નાતાલના આગામી પર્વને અનુલક્ષીને પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસથી ગાંધીધામ વચ્ચે વિશેષ હોલિડે ટ્રેન દોડાવવા જાહેરાત કરી છે. આ વિશેષ ટ્રેનોનું ભાડું વિશેષ શુલ્ક સાથે ચૂકવવાનું રહેશે ટ્રેન નંબર ૦૯૪૩૩/૦૯૪૩૪ બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન કુલ ચાર ટ્રીપ ખેડશે. ટ્રેન નંબર ૦૯૪૩૩ દર શનિવારે બાંદ્રા ટર્મિનસથી ૦૦.૨૫ કલાકે ઉપડશે અને એ જ દિવસે ૧૩.૫૦ કલાકે ગાંધીધામ પહોંચશે.
આ ટ્રેન ૨૨ ડિસેમ્બરથી ૨૯ ડિસેમ્બર ૨૦૧૮ સુધી દોડશે. વળતી ટ્રીપમાં ટ્રેન નં.૦૯૪૩૪ ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ ગાંધીધામથી દર શનિવારે ૧૬.૩૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૬.૧૫ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ૨૨ ડિસેમ્બરથી ૨૯ ડિસેમ્બરસુધી દોડશે. ટ્રેનમાં સેક્ધડ અને થર્ડ એસી, સ્લિપર, સેક્ધડ ક્લાસ અને પેન્ટ્રીકાર કોચ જોડાશે. પ્રવાસ દરમિયાન આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ધ્રાંગધ્રા,સામખિયાળી અને ભચાઉ સ્ટેશનો પર થોભશે. વિશેષ બુકિંગ ૧૭ ડિસેમ્બરથી શરૂ થશે.
બીજી-ત્રીજી જાન્યુઆરીએ આલા હઝરતનો રૂટ ડાયવર્ટ
ઉત્તર રેલવેમાં આવતા અજમેર ડિવિઝનના મારવાડ જંક્શનથી પાલનપુરજંક્શન વચ્ચેના ભીનવાલા-રાની સ્ટેશન પર બ્લોક જાહેર કરાયો હોઈઆ ટ્રેક પરથી દોડનારી સંખ્યાબંધ ટ્રેન શોર્ટ ટર્મિનેટ, કેન્સલ અથવા ડાયવર્ટ કરાઈ છે. જે અંતર્ગત બીજીએ ભુજથી ઉપડનારી આલા હઝરતએક્સપ્રેસનો રૂટ ડાયવર્ટ કરાયો છે અને તે જંક્શન રૂટ પર દોડશે. બીજા દિવસે બરેલીથી ભુજ જતી ટ્રેન પણ આ ડાયવર્ટેડ રૂટ પર દોડશે.