સશસ્ત્ર હુમલામાં 300થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા : મૃત્યુઆંક વધવાની શક્યતા
નેશનલ ન્યૂઝ
નાઇજીરીયાના ઉત્તર-મધ્ય રાજ્યમાં 160 લોકોને આતંકવાદી જૂથે મોતને ઘાટ ઉતારી દીધાના અહેવાલ સામે આવ્યા છે. કથિત ’બેંડિટ’ નામના આતંકી અને લૂંટારુ જૂથે હુમલો કર્યાની ઘટનામાં મૃત્યુ આંક સતત વધી રહ્યો છે.
નાઈજીરિયાના ઉત્તર-મધ્ય રાજ્યમાં થયેલા હુમલામાં મૃત્યુઆંક 160 પર પહોંચી ગયો છે. એક સ્થાનિક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે રવિવારે ડાકુઓએ વિવિધ સમુદાયો પર હુમલો કર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે આ હુમલામાં અત્યાર સુધીમાં 160 લોકો માર્યા ગયા છે. આ સિવાય 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. નાઈજીરિયાના ઉત્તર-મધ્ય રાજ્યમાં થયેલા હુમલામાં મૃત્યુઆંક 160 પર પહોંચી ગયો છે. સ્થાનિક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે રવિવારે આતંકી જૂથએ વિવિધ સમુદાયો પર હુમલો કર્યો હતો.
અગાઉ સોમવારે સ્થાનિક સરકારી ક્ષેત્રના કાર્યવાહક અધ્યક્ષ કાસાહે કહ્યું હતું કે શનિવાર અને રવિવારે થયેલા હુમલામાં 113 લોકો માર્યા ગયા હતા. તેમણે કહ્યું કે આ હુમલો ડાકુઓએ કર્યો હતો, જેમાં 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હકીકતમાં ઉત્તર-મધ્ય રાજ્યમાં અવાર નવાર પશુપાલકો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના અહેવાલો સામે આવતા રહ્યા છે. મે મહિનાથી અહીં હિંસાની ઘટનાઓ વધી છે. ખેડૂતો-પશુપાલકોના હુમલામાં અગાઉ 100થી વધુ લોકો માર્યા ગયા હતા.