કોંગ્રેસની ટુંકા રાજકીય લાભ ખાટવાની નીતિના કારણે ગત વર્ષની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપ બાદ બીજા સ્થાને રહેલા કોંગ્રેસ પક્ષની વોટબેન્ક સતત તુટી રહી છે: શનીવારે યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલમાં કોંગ્રેસની તુટેલી વોટબેન્કના કારણે ફરીથી ખાતુ ખુલવાના પણ ફાંફાં
આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવનારી દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસની હાલત સતત કથડતી જોવા મળી રહી છે. છેલ્લા થોડા દાયકાઓથી કોંગ્રેસના નેતાઓમાં જોવા મળતો રાજકીય દીર્ધદ્રષ્ટિનો અભાવ તુરંત નિર્ણય લેવાના કુનેહનો અભાવ, વર્તમાન સ્થિતિનું વિશ્ર્લેષણ કરીને રાજકીય લાભ લેવાની આવડતનો અભાવ વગેરે મુદ્દાઓના કારણે દેશભમાં કોંગ્રેસ સતત ધોવાઈ રહી છે. પક્ષમાં જોવા મળતી જુથબંધીના કારણે સારાના બદલે મારા નેતાઓને આગળ કરવાની વૃત્તિના કારણે કોંગ્રેસમાં તાકાતવાળી નવી કેડર તૈયાર થઈ શકી નથી. હાલમાં કોંગ્રેસનું જે રાજયોમાં શાસન છે તે પણ મતદારોએ ભાજપ તરફીની નારાજગીના વિકલ્પ તરીકે આપેલું છે તેવું રાજકીય વિશ્ર્લેષકોનું માનવું છે. સતત વિકલાંગ થઈ રહેલા કોંગ્રેસ પક્ષને દોડતો કરવાના બદલે વર્તમાન દીશાવિહિન નેતાઓ ‘બાંધછોડ’ની નીતિ અપનાવી રહ્યા હોય કોંગ્રેસને ટુંકાગાળાનો લાભ થઈ રહ્યો છે. પરંતુ લાંબા ગાળે પક્ષને નુકશાન ઉભુ થવા પામી રહ્યું છે.
તાજેતરમાં મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે મોટાભાઈ થવાના મુદ્દે થયેલી લડાઈ બાદ શિવસેનાની ઉધ્ધવ સરકાર એનસીપી અને કોંગ્રેસના ટેકાથી બની છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે એનસીપી સાથે સમજૂતી કરીને ચૂંટણી લડી હતી ત્યારથી લઈને ઉધ્ધવ સરકારનમાં જોડાવવા સહિતના મુદાઓમાં કોંગ્રેસે પોતાના રાજકીય બચ્ચા એવા એનસીપીને મોટાભાઈ તરીકે સ્વીકારી લીધાનું જગજાહેર થવા પામ્યું છે. કોંગ્રેસની આ સત્તા માટેની બાંધછોડના કારણે આગામી સમયમાં ખંધા રાજકારણી ગણાતા એનસીપી સુપ્રીમો શરદ પવાર કોંગ્રેસની વોટબેંકને ખાઈ જઈને મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસનો વિકલાંગ બનાવી દેશે તેવી રાજકીય પંડીતોનું માનવું છે. તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને હરાવવા કોંગ્રેસ નબળો પ્રચાર પ્રસાર કરીને કેજરીવાલના આપને આડકતરો ટેકો આપ્યો હતો. કોંગ્રસેના આ બાંધછોડના કારણે દિલ્હીમાં કોંગ્રેસની વોટબેંક તુટીને આપ તરફ વળી હોવાનું ચૂંટણીના એકઝીટ પોલમાં જોવા મળી રહ્યું છે.
દિલ્હીના મતદારોએ ઇવીએમમાં તેમના નિર્ણયને કેદ કરી દીધા છે જે આવતી કાલે બહાર આવશે. જો કે, મતદાન પછી, આવેલા તમામ એક્ઝિટ પોલોમાં આમ આદમી પાર્ટી (આપ) ને બહુમતી મળવાની આગાહી કરવામાં આવી રહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની બેઠકો પણ વધી શકે છે. આ તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસની હાલત કથળી છે અને તે મતોની દ્રષ્ટિએ બે આંકડા સુધી પહોંચી રહી નથી. કેટલાક એકમીટ પોલોમાં સતત બીજી વખત કોંગ્રેસ પાર્ટીનું ખાતું દિલ્હીમાં ખુલશે નહીં. તેવો તેવુ દર્શાવાયુ છે. સંકેત આપ્યો છે આપ અને ભાજપનો મત હિસ્સો વધી શકે છે, જ્યારે કોંગ્રેસનો હિસ્સો ઘટીને ૫% થઈ શકે છે.
ઈન્ડિયા ટુડે-એક્સિસ પોલ મુજબ, જ્યાં આપ આપેલા ૫૬% મતો મેળવી શકે છે, ત્યાં ભાજપ ૩૫% વોટ શેર સાથે બીજા સ્થાને રહી શકે છે. ૨૦૧૫ ની ચૂંટણીની વાત કરીએ તો આપને ૫૪.૩% અને ભાજપનો હિસ્સો ૩૨.૩ ટકા મતો મેળવ્યો હતો. આનો મતલબ એ છે કે અગાઉની ચૂંટણીની તુલનામાં બંને પક્ષોના મત શેરમાં થોડો વધારો થઈ શકે છે. ૨૦૧૫ માં, આપે ૬૭ બેઠકો હતી અને ભાજપ પાસે માત્ર ત્રણ બેઠકો હતી.
દિલ્હીમાં સતત ૧૫ વર્ષ શાસન કર્યા પછી શાસન કરનારી કોંગ્રેસ પાર્ટીને ૨૦૧૫ ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૧૦% વોટ મળ્યા હતા અને પાર્ટીને અપમાનજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ ૭૦ બેઠકોમાંથી એક પણ બેઠક જીતી શકી નહીં. આ વખતે કોંગ્રેસ વધુ સારા પરિણામોની અપેક્ષા રાખે છે, પરંતુ એક્ઝિટ પોલ્સ ના ઓકડાયો તેનાથી વિરુદ્ધ સ્થિતિ દર્શાવી રહ્યા છે. ઈન્ડિયા ટુડે-એક્સિસના એક્ઝિટ પોલ મુજબ, આ વખતે કોંગ્રેસને માત્ર ૫% વોટ શેર મળી શકે છે.
શનિવારે, દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે ૬૧.૪૬ ટકા મતદાન યોજાયું હતું. ૨૦૧૫ ની ચૂંટણીમાં મતદાન ૬૭.૭ ટકાથી ઓછો છે. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે સાંજના ૬ વાગ્યા સુધીમાં મત ટકાવારી ૫૭.૦૪ ટકા હતી.ત્યારે સુધીમાં, કતારોમાં રહેલા લોકો પછી મતદાનની ટકાવારી વધીને ૬૨.૫૯ ટકા થયું હહતું છે, લઘુમતી પ્રભુત્વ ધરાવતી ત્રણ બેઠકો મુસ્તફાબાદ, મટિયા મહેલ અને સીલમપુરમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું. ચૂંટણી અધિકારીઓએ આ માહિતી આપી હતી.
અધિકારીઓએ આપેલા સોકરાયો મુજબ, ઉત્તર-પૂર્વ દિલ્હીના મુસ્તફાબાદમાં સાંજ પાંચ વાગ્યા સુધીમાં ૬૬.૨૯ ટકા મતદાન થયું હતું. જૂની દિલ્હીના મટિહમલ વિસ્તારમાં ૬૫.૬૨ મતદાન થયું હતું. અહીં સીએએ વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા છે. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં અન્ય એક લઘુમતી પ્રભુત્વ ધરાવતો સીલમપુર મત વિસ્તાર ૬૪.૯૨ થયો. અહીં સીએએ વિરુદ્ધ વિરોધ પણ કરવામાં આવી રહ્યા છે. ઝફરાબાદ, જામિયા નગર, તુર્કમેન ગેટ, શાહીન બાગ અને સીલમપુર જેવા લઘુમતી પ્રભાવવાળા વિસ્તારોમાં મતદાન મથકોની બહાર લાંબી કતારો જોવા મળી હતી. મતદાન પૂર્ણ થયા પછી આવેલા લગભગ તમામ એક્ઝિટ પોલ્સમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળના આપની મોટી જીતની આગાહી કરવામાં આવી છે. જયારે આપે વિધાનસભાની ૭૦ બેઠકોમાંથી ૬૭ બેઠકો જીતી ત્યારે ૨૦૧૫ ના રેકોર્ડને પુનરાવર્તિત કરી શકે છે. ઇન્ડિયા ટુડે-એક્સિસ એક્ઝિટ પોલ અનુસાર, આપને ૫૯-૬૮ અને બીજેપીને ૨-૧૧ બેઠકો મળી શકે છે. એબીપી-સી વોટરના સર્વે અનુસાર, ૪૯-૬૩ બેઠકો અને ભાજપને ૫-૧૯ બેઠકો મળી શકે છે. ટાઇમ્સ નાઉ-ઇસ્પોસના સર્વે અનુસાર, કેજરીવાલ ખુરશી જાળવી શકે છે અને આપને ૪૭ બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપને ૨૩ બેઠકો મળી શકે છે. રિપબ્લિક-જન કી બાતના એક્ઝિટ પોલ મુજબ, આપને ૪૮-૬૧ અને બીજેપીને ૯-૨૧ બેઠકો મળે તેવી સંભાવના છે.