પાણી પ્રશ્ર્ન હલ કર્યો, સ્માર્ટ સિટીમાં રાજકોટની પસંદગી, ફૂલ મેરેથોન, ફલાવર-શો, આઈ-વે પ્રોજેકટ, ગાંધી મ્યુઝિયમ સહિતની સિઘ્ધિઓ હાંસલ કરી: સર્વેનો આભાર માનતા મ્યુનિ.કમિશનર
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર પદે બંછાનિધિ પાનીએ આજે એક વર્ષનો કાર્યકાળ પૂરો કરતા શાસક પક્ષ અને રાજકોટની જનતા સહિત સર્વે લોકોનો આભાર માન્યો હતો. ૨૯માં કમિશ્નર પદે સત્તાઢ થયા બાદ ૩૬૫ દિવસ તેઓ સતત દોડતા રહ્યાં છે અને રાજકોટની અનેક સમસ્યાઓને તેઓએ ભૂતકાળ બનાવી દીધી છે.ગત ૨૩મી સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ રાજકોટ મહાપાલિકાના કમિશ્નર તરીકે બંછાનિધિ પાનીએ વિજય નહેરાના અનુયાયી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. નબળુ ચોમાસાના કારણે શહેરીજનોને આખુ વર્ષ નિયમીત પાણી પૂરું પાડવા, રાજમાર્ગોમાં રખડતા-ભટકતા ઢોરથી મુકત રાખવા સહિતના અનેક પડકારો તેઓની સામે હતા. પરંતુ આગવી કોઢાસુઝ અને વહીવટી કુશળતાના કારણે તેઓએ એક વર્ષમાં રાજકોટની અનેક સમસ્યાઓને ભૂતકાળ બનાવી દીધી છે. તેઓના કાર્યકાળ દરમિયાન રાજકોટની સૌથી મોટી સમસ્યા જે પાણી હતી તે મહદઅંશે હલ થઈ ગઈ છે. આજી ડેમને કાયમી ધોરણે ભરેલો રાખવા સૌની યોજના અંતર્ગત મચ્છુ ડેમથી આજી ડેમ સુધી પાઈપ લાઈન બિછાવવામાં આવી છે તો ન્યુ રાજકોટની જળ જરીયાત સંતોષતા ન્યારી-૧ ડેમની હયાત ઉંચાઈમાં એક મીટરનો વધારો કરવા સહિતની સિદ્ધીઓ હાંસલ કરી છે.આજે એક વર્ષનો કાર્યકાળ પૂરો થતાં મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં મને રાજકીય આગેવાનો, શાસક પક્ષ, પત્રકારો અને જનતાએ ખુબજ સપોટ કર્યો છે જેના કારણે મેં સફળતા સાથે એક વર્ષ પૂર્ણ કર્યું છે. એક વર્ષના કાર્યકાળમાં રાજકોટની જે પાણીની સમસ્યા હતા તે મહદઅંશે હલ થઈ જવા પામી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પણ રાજકોટની પસંદગી સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવી છે. રાજકોટમાં પ્રથમવાર ૪૨ કિ.મી.ની ફૂલ મેરેથોન અને અવિસ્મરણીય ફલાવર શો પણ તેઓના કાર્યકાળ દરમિયાન યોજાયા છે. રાજકોટમાં ગુનાખોરી ઘટે તે માટે કરોડો પિયાના ખર્ચે આઈ-વે પ્રોજેકટ અંતર્ગત શહેરમાં ૪૮૬ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને બીજા ફેઈસમાં હજી વધુ ૫૦૦ કેમેરા લગાવવામાં આવશે.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જયાં ભણ્યા હતા તે આલ્ફેડ હાઈસ્કૂલમાં સત્યપીઠ મ્યુઝીયમ બનાવવું, શહેરના તમામ સર્કલો અને ડિવાઈડરમાં બ્યુટીફીકેશનની કામગીરી સહિતની સિદ્ધીઓ તેઓએ હાંસલ કરી છે. ભવિષ્યમાં રાજકોટ સ્પોર્ટસ ક્ષેત્રે આગવી નામના મેળવે અને સ્માર્ટ સિટી કલીન સિટી રાજકોટ બને તે માટેના સતત પ્રયાસો ચાલી રહ્યાં છે. એશિયન ડેવલોપમેન્ટ બેંક દ્વારા પણ રાજકોટને ટેકનીકલી સપોટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આજે મહાપાલિકાના કમિશનર પદે એક વર્ષ પૂરું થતાં મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની પર શુભેચ્છા વર્ષાઓ થઈ રહી છે.