• વાવ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી 13 નવેમ્બરે યોજાશે 
  • કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતનું નામ જાહેર 
  • ભાજપ સ્વરૂપ ઠાકોરને ટિકિટ આપે તેવી સંભાવના

Banaskantha : બનાસકાંઠા જીલ્લાની વાવ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી આગામી 13 નવેમ્બરના રોજ યોજાવા જઇ રહી છે. ત્યારે ચૂંટણીના મેદાનમાં કોને ઉતારવામાં આવશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. જેમાં  કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતનું સૌથી ઉપર હતું. ત્યારે કોંગ્રેસે વાવ બેઠક પરથી ગુલાબસિંહ રાજપૂતના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ વાવ બેઠક પર ખાલી પડેલી જગ્યા પર પેટાચૂંટણીનો જંગ વધુ રોચક બન્યો છે. આ બેઠક પર ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે વાવ માટે કોંગ્રેસે પણ વ્યૂહરચના ઘડી છે. કોંગ્રેસે આ વખતે વાવ બેઠક પર ઘડી સુધી ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી છે. પરંતુ હજુ સુધી ભાજપમાંથી કોઇનું નામ નક્કી થયું નથી. ભાજપમાંથી કોને ટિકીટ આપવી તે મુદ્દે મનોમંથન ચાલી રહ્યું છે. તેમજ  ભાજપ સ્વરૂપ ઠાકોરને ટિકિટ આપે તેવી સંભાવના દર્શાવામાં આવી રહી છે.

જાણો ગુલાબસિંહ રાજપૂત વિશે

ગુલાબસિંહ રાજપૂત અસારવા ગામના વતની છે. તેઓ પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે. થરાદ પૂર્વ ધારાસભ્ય 2019ની પેટા ચૂંટણી જીત્યા હતા. ગુલાબસિંહ યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. વર્ષ 2022માં થરાદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપના શંકર ચૌધરી સામે હાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.