પાટણ બનાસકાંઠા જિલ્લા માંથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર છેલ્લા બે દિવસ થી ખેડૂતો દ્વારા લગાવવામાં આવેલ ગેરકાયદેસર કનેકશન કાપવામાં આવી રહા છે ત્યારે આજે બીજા દિવસે પણ નર્મદા ના અધિકારી એ પોલીસ નો કાફલો બોલાવી કનેકશન કાપવાનું શરૂ કરતાં ખેડૂતો માં ઉર્ગ રોષ જોવા મળી આવ્યો છે…
કચ્છ ની મુખ્ય નર્મદા કેનાલ માં પહેલા થી પાણી ઓછું આવવાના કારણે પાણી પૂરતું મળતું નથી ત્યારે બીજી તરફ પાટણ બનાસકાંઠા જિલ્લા ના છેવાડા વિસ્તાર ના ખેડૂતો કેનાલ માંથી સિંચાઈ માટે પાણી ઉપયોગ માં લેતા હોવાથી પાણી ની અછત સર્જાઈ છે જેના કારણે નર્મદા ના અધિકારી દ્વારા કેનાલ ઉપર ગેરકાયદેસર લગાવવમાં આવેલ ખેડૂતો ના કનેકશન કાપવામાં આવી રહા છે ત્યારે આજે બીજા દિવસે પણ નર્મદા ના અધિકારી એ દિયોદર નાયબ પોલીસ અધિકારી ને જાણ કરી પોલીસ નો કાફલો બોલાવી કેનાલ ઉપર ગેરકાયદેસર કનેકશન કાપી નાખતા ખેડૂતો લાલ ઘુમ થયા છે
એક બાજુ એક વર્ષ અગાઉ પાટણ બનાસકાંઠા જિલ્લા માં પુર આવવાથી ખેડૂતો ને ભારે નુકસાન આવ્યું હતું અને જમીન ધોવાઈ ગઈ હતી ખેડૂતો ની આર્થિક મુશ્કેલી નો સામનો કરી ફરી વખત પોતાની ખેતી લાયક જમીન ઉપર જીરું બાજરી અને અન્ય પાક ની ખેતી ની શરૂઆત કરી હતી જેમાં સિંચાઈ માટે પાણી ની જરૂરિયાત હોવાથી ખેડૂતો કેનાલ માંથી પાણી લઈ રહા હતા ત્યારે એકા એક નર્મદા વિભાગ તંત્ર દ્વારા છેલ્લા બે દિવસ થી પાણી ઉપર પહેરો ગોઠવી દીધો છે અને ખેડૂતો એ લગાવેલ ગેરકાયદેસર પાણી ના કનેકશન નર્મદા ના અધિકારી એ કાપી નાખતા ખેડૂતો ઉપર આર્થિક મુશ્કેલી આવી પોહચી છે અને ખેતી ના પાક માં ભારે નુકસાની થવાની નોબત આવી છે…