- રોંગ સાઈડમાં આવતા ટેન્કર ચાલકે લક્ઝરીને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.
- જામનગરથી રાજસ્થાન તરફ જતી લકઝરીને સોનેથ ગામ નજીક ભારત માલા હાઇવે પર અકસ્માત નડ્યો હતો.
- લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મો*ત થયા છે. જ્યારે 15થી 20 લોકો ઘાયલ થયા છે.
- ઘાયલોને 108 મારફતે ભાભર, થરાદ સહિતની સરકારી ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરાયા છે.
- બનાસકાંઠા: નવા વર્ષે મરણ ચિચિયારીઓથી ગૂંજ્યો હાઇવે, ટેન્કરે લક્ઝરીનો કચ્ચરઘાણ વાળી દીધો
બનાસકાંઠાના સૂઇગામના સોનેથ ગામ નજીક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મો*ત થાય છે. જ્યારે 15થી 20 લોકો ઘાયલ થયા છે.
બનાસકાંઠામાં ભારત માલા હાઇવે પર લક્ઝરી અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મો*ત થયા છે. આ ઘટનામાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સુઇગામના સોનેથ ગામ નજીક રાત્રીના સમયે મોતની ચિચિયારીઓથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો.
સુઇગામ નજીક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત
જામનગરથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસને બનાસકાંઠાના સુઇગામ નજીક સોનેથ ગામ પાસે ભારત માલા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. રોંગ સાઇડથી આવતા ટેન્કર ચાલકે લક્ઝરી બસને ટક્કર મારતા 3 લોકોના મોત થયા હતા જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.
બનાવની જાણ થતા જ સુઇગામ-થરાદ-ભાભર અને વાવની પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોને સુઇગામ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
મૃ*તદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયા
મૃ*તકોને પોસ્ટમોર્ટમ માટે સુઇગામ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં સુઇગામ, ભાભર અને વાવ થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરી બસ સંપૂર્ણ રીતે ખાખ થઈ ગઈ હતી.