ધૂળેટીએ છાકટા બનતા તત્ત્વોને કાબુમાં લેવા રાજકોટ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ અને શહેર પોલીસ કમિશનરનું જાહેરનામુ
પર્વે છાકટા બની કલર ઉડાવવાના નામે છેડતી કરતા આવારા તત્ત્વોને કાબૂમાં લેવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં તા.૨૮ ફ્રેબુઆરીી ૪ માર્ચ સુધી જાહેર રસ્તાઓ પર કોરા રંગ, રંગ મિશ્રિત પાણી, ભરેલા ફૂગ્ગાઓ કે અન્ય કોઈ વસ્તુઓ રાહદારીઓ, વાહન ચાલકો પર ફેંકવા પર પ્રતિબંધ લાદતુ જાહેરનામુ અમલી બનાવ્યું છે. એ જ રીતે શહેર પોલીસ કમિશનર દ્વારા પણ બે દિવસ પર્વે જાહેરનામાં રંગ ઉડાવવા પર પ્રતિબંધ લાદતુ જાહેરનામુ બહાર પાડતા ધૂળેટી પર્વે જાહેરમાં કલર ઉડાવનારાઓનું આવી બનશે.
પ્રાપ્ત વિગતો મુજબ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટ હર્ષદ વોરા દ્વારા ૧૯૭૩ના ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ ૧૪૪ી મળેલી સત્તાની ‚એ તા.૨૮ ફેબ્રુઆરીી ૪ માર્ચ સુધી કોઈ પણ ઈસમ અવા ઈસમોએ જાહેર રસ્તાઓ ઉપર કોરા રંગ (પાવડર) અવા રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગા જેવી વસ્તુઓ અવા તેવા કોઈપણ પ્રકારના પ્રવાહીઓ રાહદારીઓ કે વાહન ચાલકો ઉપર કે વાહનો ઉપર ફેંકવા નહી અને તે માટેના સાધનો લઈ જાહેર રસ્તાઓ ઉપર દોડવું નહીં, પોતાના હામાં રાખવા નહી કે જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ કે અકસ્માત સર્જાય કે કોઈને કે પોતાને ઈજા કે હાની થય તેવી કોઈપણ પ્રવૃતિ ટ્રાફિકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અવરોધ કરવો નહીં. તેમજ અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવું નહીં.
ઉલ્લેખનીય છે કે, પર્વે જાહેરમાં રંગ ઉડાવવાના કારણે દર વર્ષે મારામારી, ઝઘડા તેમજ છેડતીના અનેક કિસ્સાઓ બનતા હોય છે અને આ કિસ્સાની દુરોગામી અસર વર્ષો સુધી ચાલતી હોય છે ત્યારે શહેર પોલીસ કમિશનર અને અધિક જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના પગલે મહદઅંશે જાહેરમાં છાકટા બની સીનસપાટા કરતા તત્ત્વો કાબુમાં આવશે.
આ જાહેરનામાનો કોઈ પણ ખંડનો ભંગ અવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર શે.