મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કંટ્રોલીંગ પાસે પ્રમાણિત કર્યા વગર કોઈ પ્રસારણ ન કરવા ચૂંટણીપંચની તાકીદ
લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે નમો ટીવી પર ચૂંટણીલક્ષી તમામ રાજકીય પ્રસારણને લઈ ચૂંટણીપંચે લગામ લગાવી દીધી છે. ત્યારે કોઈપણ રાજકીય વિષય આધારીત પ્રસારણની મંજૂરી વગર ન દર્શાવવા ચૂંટણી કમિશ્નરે તાકીદ કરી છે. દિલ્હી ચૂંટણી અધિકારી દ્વારા ચલાવવામાં આવતા મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કંટ્રોલીંગ પાસે પ્રમાણીત કર્યા વગર કોઈપણ પ્રસારણ ન કરવા તાકીદ કરવામાં આવી છે.
દિલ્હીમાં નમો સીઈઓને ચૂંટણીપંચે પત્ર પાઠવતા જણાવ્યું હતું કે, નમો ટીવી રાજકીય પક્ષો દ્વારા ચલાવતું જાહેરાતનું માધ્યમ હોવાતી ચેનલમાં દર્શાવનારા તમામ વિષયો, જાહેરાતોના પ્રસારણ માટે મીડિયા સર્ટીફીકેટ એન્ડ મોનીટરીંગ કંટ્રોલીંગની મંજૂરી લેવી જ‚રી છે. નમો ચેનલમાં કયાં પ્રકારના અને કેવા સમાચારો માટે પ્રસારણ કરવું તે અંગેની મંજૂરી આવશ્યક રીતે લેવી પડે તેવી તાકીદ પણ કરવામાં આવી છે. ચેનલમાં આ પ્રતિભાવ સાથે ચૂંટણીપંચ હવે એવી પણ સ્પષ્ટતા કરી રહ્યું છે કે, નમો ચેનલમાં પ્રસારીત થતા તમામ પ્રસારણોને પ્રમાણીત કરવા જ‚રી બન્યા છે.
ચૂંટણી સંબંધીત તમામ વિગતો કમીટીની મંજૂરી વગર પ્રસારીત નહીં કરવાની સુચનાનો અમલ કરવા પણ ચૂંટણીપંચ દ્વારા તાકીદ કરવામાં આવી રહી છે. એપ્રીલમ ૧૫ ૨૦૧૫ના નિર્દેશ મુજબ ટીવી પર પ્રસારીત થતા તમામ રાજકીય જાહેરાતો અને વિગતોના પ્રસારણ પહેલા (એમસીએમસી)ની મંજૂરી લેવી ફરજીયાત બની છે ત્યારે ચૂંટણીપંચે નમો ચેનલને ચૂંટણીપંચના આદેશોનો કડક અમલ કરવા તાકીદ કરી છે અને નમો ચેનલને (એમસીએમસી) કમીટીની મંજૂરી વગર કોઈપણ રાજકીય વિગતો પ્રસારીત ન કરવા ચૂંટણીપંચ દ્વારા પુર્ણત: તાકીદ કરવામાં આવી છે.