ગામમાં માસ્ક વગર ફરતા લોકોને ગ્રામ પંચાયત દ્વારા રૂ .૨૦૦નો દંડ
કોરોના વાયરસ ને ધ્યાને લઇ હળવદ તાલુકાના રણજીતગઢ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં બહારથી આવતા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથે સાથે ગામમાં જો કોઈ લોકો જાહેર જગ્યાઓ પર માસ્ક બાંધ્યા વગર જણાશે તો તેઓ પાસેથી રૂપિયા ૨૦૦ દંડ પણ વસુલ કરવામાં આવનાર હોવાનું ગ્રામ પંચાયત દ્વારા જણાવ્યું હતું.
હળવદ-માળીયા હાઈવે પર આવેલ રણજીતગઢ ગામ કે જે જુના ધનાળા ગામે કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે તેની એકદમ નજીક નું ગામ હોય તેમજ હાલ અત્યારે દિવસેને દિવસે જે કોરોના પોઝિટિવના કેસો સામે આવી રહ્યા છે જેને ધ્યાને લઇ ગામલોકો કોરોનાથી સંક્રમિત ન થાય અને સુરક્ષિત રહે તે હેતુસર ગ્રામ પંચાયત દ્વારા એક અસરકારક નિર્ણય લેવામાં આવ્યો હતો.
રણજીત ગ્રામ પંચાયત દ્વારા ગામમાં કોઈ અજાણી વ્યક્તિ પ્રવેશે નહિ તે માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેનું બેનર ગામના જાપાન પર લગાવવામાં આવ્યું છે તેમ જ જો કોઈ ગામ ના સગા વ્હાલાં ગામમાં આવે તો સંપૂર્ણ ખરાઈ કર્યા બાદ જ ગામમાં પ્રવેશ આપવામાં આવનાર હોવાનું પણ ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે સાથે સાથે ગામમાં બહાર નીકળતા લોકોને મોઢે માસ્ક બાંધવું પણ ફરજિયાત કરાયું છે અન્યથા જો કોઈ માસ્ક બાંધ્યા વગર લોકો બહાર ફરતા હશે તો તેવા લોકો પર ગ્રામ પંચાયત દંડનીય કાર્યવાહી કરશે તેમ ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું હતું.