૯ કંપનીઓ સાથે બાળકોની ચેનલોને વિજ્ઞાપન ન આપવા કરારો

બાળકો સહિત યુવાનો હાલ જંક ફૂડના વલણ તરફ વળ્યા  છે ત્યારે આરોગ્યને ધ્યાનમાં રાખી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેના આધારે કાર્ટુનની ચેનલો પર જંક ફૂડનીજાહેરાતો દર્શાવવા માટેનો સરકારે પ્રતિબંધ મૂકયો છે. સરકારે સંસદને જાણકારી આપતા જણાવ્યું હતુ કે આ પ્રયાસથી બાળકોને જંક ફૂડ ખાવાથી રોકવા માટેની કોશિષ કરવામાં આવશે.

સરકારે ૯ ફૂડ કંપનીઓને બાળકોની ચેનલ પર વિજ્ઞાપન નહી દેવાની ખાતરી મેળવી છે. લોકસભાના વિનાયક રાઉતના પ્રશ્ર્નેક સૂચના તેમજ પ્રસરણ રાજય મંત્રી રાજયવર્ધન સિંહ રાઠોડે જણાવ્યું હતુ કે જંક ફૂડથી જોડાયેલી ભ્રમિક જાહેરાતોનાં વિરોધમાં ખાગૂકતા ફેલાવાઈ રહી છે. જેને અનુસંધાને ભારતીય ખાધ્ય સુરક્ષા માનક પ્રાધિકરણે ૧૧ સંસદીય સમિતિની રચના કરી હતી મંત્રીએ જણાવ્યું હતુ કે એફએસએસએઆઈ તેમજ ભારતીય વિજ્ઞાપન માનક પરિષદ વચ્ચે કરારો થયા છે.

તેમણે કહ્યું હતુ કે ૯ જાણીતી ફૂડ કંપનીઓએ વિશ્ર્વાસ આપ્યો છે કે તેઓ આ પ્રકારની જાહેરાતો કાર્ટુન ચેનલો પર નહી આપે જંક ફૂડ આરોગ્ય માટે હાનિકારક છે. પરંતુ ખાસ બાળકો તેનાથી સૌથી વધુ પ્રભાવિત થતા હોય છે. માટે આ નિયમો ખૂબજ મહત્વપૂર્ણ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.