એક તીરે બે નિશાન : મેઇક ઇન ઇન્ડિયાનું સપનું સાકાર થવાની સાથે વિદેશી હૂંડિયામણ પણ બચશે
ભારત સરકારે આયાત ઉપર પ્રતિબંધમાં મુકેલી પ્રોડક્ટની યાદી કરી જાહેર: પ્રતિબંધ તાત્કાલિક અસરથી કરાશે લાગુ
ભારત સરકાર મેક ઇન ઇન્ડિયા પર સતત ધ્યાન આપી રહી છે. આ પહેલને પ્રોત્સાહન આપવા માટે, પીએલઆઈ યોજનાઓ પણ કેટલાક ક્ષેત્રોમાં રજૂ કરવામાં આવી છે. હવે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પર્સનલ કોમ્પ્યુટર, અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર કોમ્પ્યુટર અને સર્વરની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ થશે. એટલે કે હવે વિદેશથી આ ઉત્પાદનો ભારતમાં નહીં આવે. પ્રોડક્ટની આયાતને પ્રતિબંધિત શ્રેણીમાં મૂકવાનો અર્થ એ છે કે તેમની આયાત માટે લાઇસન્સ અથવા સરકારની પરવાનગી ફરજિયાત રહેશે.
મંત્રાલયે કહ્યું કે, આ પ્રતિબંધ સમયાંતરે સુધારેલા સામાન નિયમો હેઠળ આયાત પર લાગુ થશે નહીં. જો કે, આરએન્ડડી અને વ્યક્તિગત ઉપયોગ વગેરેના હેતુ માટે ક્ધસાઇનમેન્ટ દીઠ 20 વસ્તુઓને મુક્તિ આપવામાં આવશે. આ આયાતને ફક્ત તે આધારે જ મંજૂરી આપવામાં આવશે કે તેનો ઉપયોગ ઉક્ત હેતુઓ માટે કરવામાં આવશે અને તેનું વેચાણ કરવામાં આવશે નહીં.
મળતી માહિતી અનુસાર લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પર્સનલ કમ્પ્યુટર્સ અને અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર્સ અને સર્વરની આયાત પ્રતિબંધિત હશે. પ્રતિબંધિત આયાત માટે માન્ય લાયસન્સ સામે તેની આયાતની પરવાનગી આપવામાં આવશે. આ પ્રતિબંધિત સામાન નિયમો હેઠળ આયાત પર લાગુ થશે નહીં.
ઇકોનોમિક થિંક ટેન્ક જીટીઆરઆઇએ ગયા મે મહિનામાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ચીનથી લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર, ઈન્ટિગ્રેટેડ સર્કિટ અને સોલાર સેલ જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓની આયાતમાં ઘટાડો થયો છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆર આઈ) એ જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રોનિક ચીજવસ્ત ુઓની આયાતમાં ઘટાડો એવા પ્રદેશોમાં વધુ થયો છે જ્યાં પીએલઆઈ (પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ) સ્કીમ રજૂ કરવામાં આવી છે. આ સિવાય સોલાર સેલની આયાતમાં 70.9 ટકાનો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટરની આયાતમાં 23.1 ટકા અને મોબાઈલ ફોનની આયાતમાં 4.1 ટકાનો ઘટાડો થયો છે.