સોનાના ભાવમાં ઘટાડાને લઈને સ્થાનિક ઉદ્યોગમાં ચિંતાનો માહોલ
ઉદ્યોગ ક્ષેત્રે થતી હાનિકારક અસરોને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ત્યારે શુક્રવારે યોજાયેલી મિટીંગમાં વિદેશી વેપારના જનરલ ડિરેકટરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા દક્ષિણ કોરિયા પાસેથી સોનાની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે સાથે જવેલરીની આયાત, મુલ્યવાન ધાતુની સાથે કિંમતી થાતુ અને ઢંકાયેલું ધાતું, ગોલ્ડસ્મિથસ અને સિલ્વરસ્મિથ્સ કિંમતી ધાતુનાં સિક્કાઓની આયાત પર પણ હવે પ્રતિબંદ લાદવામાં આવ્યો છે.
જો કે આ પ્રતિબંધ પાછળ એક કારણ હતું કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટસ એટલે કે (એફટીએ) હોય તેવા દેશોમાંથી ડયૂટી ફ્રી સોનાની આયાત કરવામાં આવતી હતી. જેથી ડયૂટી ન લાગતા અમુક રાજયોમાં ડિસ્કાઉન્ટેડ ગોલ્ડનું વેચાણ કરી નફો કમાતા હતા. માટે આ આયાત ઉદ્યોગ માટે હાનિકારકર સાબીત થઈ રહ્યું હતું અને તેથી હાજર સોનાના ભાવમાં ઘટાડો થઈ ગયો હતો. ઈન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશનનાં સેક્રેટરીએ જણાવ્યું હતું કે, નીચા ભાવ સ્થાનિક સોનાના ઉદ્યોગ માટે હાનિકારક છે.
તેથી સોનામાં થતા રોકાણ પર પણ અસર થઈ શકે છે. કારણ કે ડયુટી ફ્રી અન્ય દેશો દ્વારા શકય છે જેની સાથે ભારત પાસે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. સોનાની આયાત માટે ૧૦ ટકા કસ્ટમ્સ ડયુટી લાદવામાં આવે છે જે દક્ષિણ કોરિયાથી આયાત થતા સોના પર લાગુ પડતી નથી. માટે અસરકારક નિણર્યો લેવા માટે સમિતિની રચના કરાઈ છે. વિશ્લેષકોનું માનવું છે કે ઓગષ્ટ મહિનામાં ડયૂટી ફી સોનાની આયાત અત્યંત ઓછી થઈ જશે.
એક સર્વે પ્રમાણે એફડીએ અન્ય દેશોમાંથી ૨૫-૨૭ ટન સોનાની આયાત ફકત જુન અને જુલાઈમાં કરવામાં આવી હતી. જે દેશની સોનાની માંગનો એક મોટો હિસ્સો છે. નિયમિત રીતે સોનુ ૨.૫ ટકાના ડિસ્કાઉન્ટમાં વેચાય છે જે ૧૦ ગ્રામ દીઠ ‚ા. ૬૦૦ થી ૭૦૦ જેટલો તફાવતા ધરાવે છે. આ પ્રકારણના આયાતને પગલે સોનાના ઉદ્યોગમાં ભારે નુકસાની થઈ છે. તો તેને અટકાવવા માટે જ સોનાની આયાત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.