વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારી બ્લુ વ્હેલ ગેમના કારણે ગુજરાતમાં પણ એક આત્મહત્યાનો કેસ નોંધાયો છે. ત્યારે રાજકોટ જીલ્લામાં બ્લુ વ્હેલ ગેમ પર પ્રતિબંધ મૂકવા જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેએ આજે જાહેરનામુ પ્રસિઘ્ધ કર્યુ છે.આ અંગે જીલ્લા કલેકટરે જણાવ્યું કે બ્લુ વ્હેલ ગેમ ખતરનાક છે ગેમમાં એડમીશ દ્વારા પાસવર્ડ અપાઇ છે. આખી ગેમનો દોરી સંચાર એડમીશ જ કરે છે. પ૦ થી પપ દિવસના સમયગાળામાં પ્લેયરને આત્મહત્યા તરફ લઇ જવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ ખતરનાક ગેમ પર પ્રતિબંધ મુકવાનો સરકારે નિર્ણય લીધો છે. જેથી રાજકોટના બ્લુ વ્હેલ ગેમ પર પ્રતિબંધ લાદવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત સામે ભારતના ફોજદારી અધિનિયમ સને ૧૮૬૦ ની કલમ ૧૮૮ તથા ગુજરાત પોલીસ એકટની કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.
રાજકોટમાં બ્લુ વ્હેલ પર પ્રતિબંધ: કલેકટરનું જાહેરનામું
Previous Articleસતાધારના મહંત જીવરાજબાપુની ખબરઅંતર પૂછતા મુખ્યમંત્રી
Next Article હંગામી એસ.ટી.બસ સ્ટેન્ડની ૫૦ ટકા કામગીરી પૂર્ણ