વિશ્વના ઘણાં બધા દેશોમાં એબોર્શન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તથા કેટલાંક અપવાદરુપ કિસ્સાઓ કે ઘટનાઓમાં જ અગાઉથી પરવાનગી મેળવીને એબોર્શન કરી શકાય છે. ત્યારે હવે વિશ્વના સૌથી મોટો કેથેલીક સમુદાય ધરાવતો બ્રાઝિલ દેશમાં એબોર્શન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રાખવા મૂકવા માટેનો કાયદો અમલી બનાવ જઇ રહ્યો છે. આ કાયદા પ્રમાણે હવે પહેલાની જેમ બળાત્કારનો ભોગ બનેલી મહિલા, કે માતાની જિંદગી ખતરામાં હોય કે બાળક ખોડ ખાપણ કે ખામી સાથે માતાના પેટમાં વિકાસ પામતુ હોય વગેરે જેવા કિસ્સાઓમાં પણ હવે તેનું એબોર્શન કરાવી શકાશે નહિં.
આપણે આપણાં ભારતની જ વાત કરીએ તો આપણે પણ કાયદા પ્રમાણે એબોર્શન પ્રતિબંધિત છે. માત્ર અમૂક જુજ કેસ કે કિસ્સાઓમાં પરિસ્થિતિ પ્રમાણે સરકાર જે-તે મહિલાને એબોર્શન કરાવા માટેની છૂટ આપતી હોય છે.
બ્રાઝિલમાં સરકારનાં અંદાજ પ્રમાણે દર વર્ષેે આશરે ૧૦ લાખ જેટલાં એબોર્શન ગુપ્ત રીતે ક્લિનિકમાં થતાં હોય છે, જેમાં હજારો મહિલાઓ એબોર્શનની ગુંચવણભરી પ્રક્રિયાને કારણે મૃત્યુ પામે છે. કાયદાના ઘડનારા રુઢિચુસ્તો કહે છે કે, જિંદગીની શરુઆત માતાના ઉદરમાં બાળક પ્રણપે ત્યારથી જ થઇ જતી હોય છે, આથી કાયદાએ અજાત શિશુના જીવન જીવવાના અધિકારને કોઇપણ કિંમતે રક્ષણ આપવું જ જોઇએ.
ભારતમાં પણ એબોર્શન પ્રતિબંધિત હોવા છતાં ઘણીવાર છૂપી રીતે ગર્ભપાતના કિસ્સાઓ બનતાં હોય છે. કેટલીક સંકુચિત માનસિકતા ધરાવતો વર્ગ પણ આપણે ત્યાં વસવાટ કરે છે, જે પ્રતિબંધિત ગર્ભ પરીક્ષણ કરીને જન્મનાર બાળકનું (છોકીર છે કે છોકરો) લિંગ પરિક્ષણ કરતા હોય છે. તથા પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં માસુસ બાળકીને માતાના ઉદરમાં જ હત્યા કરી નાખવામાં અચકાટ અનુભવતાં નથી.
આ ઉ૫રાંત પણ બળાત્કાર પીડીત મહિલાને પણ એબોર્શન માટે કાયદાની ગુંચવણીનો સામનો કરવો પડતો હોય છે. ઉપરાંત તેની ટાઇમ લીમિટ સુધી તો કોર્ટમાંથી પરવાનગી મેળવવામાં કેટકેટલીય અડચણોનો સામનો કરવો પડતો હોય છે. તથા સમાજના કટાક્ષો, ખોટી રીતે જોતા લોકો વગેરે તે મહિલાને જીવતી જ મારી નાખતી હોય છે તેમ કહવું પણ ખોટું નથી.
જો તે મહિલા એબોર્શન કરાવે તો તેના ઉદરમાં રહેલાં બાળકનો શું વાક હતો ! શા માટે તેને જિંદગી જીવવાનો અધિકાર ન મળી શકે ! એ પણ કાયદાના ઘડનારા બુદ્વિજીવીઓએ વિચારવું જોઇએ અને જો જે-તે મહિલા તેના પેટમાં રહેલા બાળકને જન્મ આપવાનું વિચારીને તેને જીવન જીવવાનો હક પૂરો પાડે, તો શું સમાજ કે તેના લોકો તે મહિલા તથા બાળકને બધાની જેમ સ્વીકારતા થશે ખરાં ? શું તે પણ અન્યની જેમ જ મુક્ત જીવન જીવી શકશે ? વગેરે જેવા પ્રશ્નો પણ આ કાયદા ઘડનારા લોકોએ અગાઉથી વિચારીને તેમના માટે અલગ વ્યવસ્થા કે સવલત પૂરી પાડવી જોઇએ.