- મૌલેશભાઈ ઉકાણીના આંગણે આનંદનો અવસર: હરખના ‘તેડા’
- પરિવારની લાડલી રાધા અને ફિલ્ડ માર્શલ ગ્રુપના રીશીના લગ્નોત્સવમાં દેશભરનાં દિગ્ગજ રાજકીય નેતા, સામાજીક આગેવાનને આમંત્રણ
સૌરાષ્ટ્રના અગ્રણી ઉદ્યોગપતિ અને રાજકોટની શાન સમા જાણીતા દાનવીર પિરવાર બાનલેબ પિરવાર બાનલેબ ઉકાણી પિરવારમાં પુત્રીના લગ્નની શરણાઈઓ ગુંજવા લાગી છે. ઉકાણી પિરવાર દ્વારા રાજકોટના ઈશ્ર્વરીયા ખાતે યોજાનારા આ ‘શાહી’ લગ્નોત્સવમાં દેશ-વિદેશ ના મહેમાનોને લગ્નમાં સામેલ થવા ભાવભર્યુ નોતરૂ મોકલવામાં આવ્યુ છે. ગુજરાતમાં પ્રથમવાર ‘યુરોપીયન’ થીમ પર ખાસ તૈયાર કરવામાં આવેલ ભવ્યાતિભવ્ય મંડપમાં પિરવાર ના મોધેરા મહેમાનો સામેલ થઈ આ શાહી લગ્નોત્સવ માણશે. ઉપરાંત લગ્નસ્થાને ઉભા કરવામાં આવેલ ‘વૃંદાવન ધામ’ માં ત્રણ દિવસીય મનોરથ વૈષ્ણવો તથા જાહેર જનતા માટે ખુલો મુક્વામાં આવશે. રાજકોટ સહીત સૌરાષ્ટ્ર માટે આ લગ્નોત્સવ અનોખા અને યાદગાર બની રહેશે.
યુવા ઉદ્યોગપતિ, દ્વારકાધીશના પરમ ભક્ત,જગતમંદિર દ્વારકાના ટ્રસ્ટી, ઉમિયાધામ સિદસરના ચેરમેન, રાજકોટ સહીત સૌરાષ્ટ્રની 100 થી વધુ સંસ્થાઓ સાથે જોેડાયેલા મૌલેશભાઈ ઉકાણી તથા સોનલબેન ઉકાણી ની લાડકી દિકરી ચિ. રાધા ના લગ્ન સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગગુહ, દાતા પિરવાર નીતીનભાઈ પોપટભાઈ પટેલના પુત્ર ચિ. રીશી સાથે યોજાશે.
આજથી એક દાયકા પૂર્વ બાન લેબ પિરવાર દ્વારા લવ નટુભાઈ ઉકાણી ના જાજરમાન લગ્નોત્સવની થીમ તૈયાર કરનાર તથા પ વર્ષ્ પૂર્વ ઈશ્ર્વરીયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે ‘કૃષ્ણચિરત્ર સપ્તાહ’ ની ભવ્ય થીમ તૈયાર કરનાર એજન્સી દ્વારા છેલા બે મહીનાથી આ લગ્નોત્વની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આર્યુવેદના વિવિધ ઉત્પાદનોમાં દેશ-વિદેશ માં ડંકો વગાડનાર બાનલેબ પિરવાર ઉકાણી પિરવારના લગ્નોત્સવની ગુજરાતમાં પ્રથમવાર ‘યુરોપીયન’ ની થીમ પર ઉજવણી થશે. ચુંનીદા કારીગરો પાસે આકર્ષ્ક અને મનમોહક ડીઝાઈનમાં થીમ તૈયાર થઈ રહી છે.
રાજકોટની ભાગોળે ઈશ્ર્વરીયામાં દ્વારકાધીશ ફાર્મ ખાતે યોજાનારા બાનલેબ ઉકાણી પિરવારના ‘શાહી લગ્નોત્સવમાં’ દેશ- વિદેશના મહેમાનો ઉપરાંત દેશભરના દિગ્ગજ રાજકીય -સામાજીક હસ્તીઓ ને આમંત્રણ આપવામાં આવી રહયાની વિગતો આપતા બાનલેબ ના યુવા ડાયરેકટરો લવ નટુભાઈ ઉકાણી અને જય મૌલેશભાઈ ઉકાણી એ જણાવ્યુ છે કે અમારા પિરવારની લાડકી રાધાના લગ્નોત્સવ તેમજ ત્રણ દિવસીય મહોરથ મહોત્સવ માટે અદભુત અને અનોખું પ્લાનીંગ ચાલી રહયુ છે. અનેક વેડીંગ એજન્સીઓને વિવિધ કામગીરી સોંપાઈ ચુકી છે.
આ શાહી લગ્નોત્સવમાં આમંત્રીત મહેમાનો ઉપરાંત ઉકાણી પિરવાર દ્વારા અનોખો ત્રિદિવસીય મનોરથ યોજાશે ઉકાણી પિરવારની લાડકી ચિ. રાધાના લગ્નપ્રસંગના ભાગરૂપે લગ્નોત્સવ પૂર્વ આગામી તા. 6,7,8 જાન્યુઆરી ના રોજ વૃંદાવન ધામ ખાતે ભવ્ય મનોરથ યોજાશે. મૌલેશભાઈ ઉકાણીના જણાવ્યા અનુસાર આગામી તા. 6જાન્યુઆરી એ વૈષ્ણવો ના તીર્થ ધામ શ્રીનાથદ્વારા ની લાંબા અંતરાળ બાદ ગુજરાતમાં પ્રથમવાર ‘શ્રીનાથજી ની ધ્વજાજી આરોહણ ઉત્સવ યોજાશે. જેમાં શ્રી નાથદ્વારા થી આવેલ ‘ધ્વજાજી’ નું વાજતે- ગાજતે સામૈયુ કરી ‘વૃંદાવન ધામ’ ખાતે લઈ જવાશે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં વૈષ્ણવોના તીર્થધામ નાથદ્વારા ની ધ્વજાજીના આરોહણનો અન્નય અને અદભૂત પ્રસંગ ઉજવાશે.
બાન લેબના મૌલેશભાઈ ઉકાણી અને ફિલ્ડમાર્શલના નીતિનભાઈ કણસાગરા ‘વેવાઈ’ બન્યાં
હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના દિગ્ગજ ઉદ્યોગપતિઓ, ને ત્યાં લગ્નની શરણાઈઓ વાગી છે. અનેક સંસ્થાઓમાં દાનની સરવાણી વહાવનાર બાનલેબ ગુ્રપના મૌલેશભાઈ ઉકાણી તથા ફિલ્ડમાર્શલ ગુ્રપના નીતીનભાઈ કણસાગરા વેવાઈ બન્યા છે.
પાટીદાર સમાજ સહીત અન્ય સમાજની વિવિધ સંસ્થાઓના દાતા ઉદ્યોગપતિ, મૌલેશભાઈ ઉકાણીની લાડકી દિકરી ચિ. રાધા ના લગ્ન ફીલ્ડમાર્શલ ગુ્રપના રીશી નીતીનભાઈ કણસાગરા સાથે જાન્યુઆરી ર0ર5 માં યોજાશે.
અત્રે નોંધનીય છે કે જગતમંદિર દ્વારકામાં કાળીયા ઠાકરના સાનીધ્યમાં ચિ. રાધા અને ચિ. રીશીના ગોળ ધાણા કરી બંને પિરવારોએ આ સંબંધને સહર્ષ્ વધાવ્યો હતો. નાથદ્વારાના મોતીમહેલમાં જુજ પારીવારીક પ્રસંગો ઉજવાય છે. દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણી બાદ તાજેતરમાં જ મૌલેશભાઈ ઉકાણીની લાડકી દિકરી ચિ. રાધા ની ચુંદડી ઉત્સવ નાથદ્વારાના મોતી મહેલ ખાતે યોજાયો હતો જે સવિશેષ્ યાદયાર બની રહયો હતો.