રાજકોટના હાર્દસમાં રેસકોર્સ સ્થિત શ્યામપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે તા.૩ થી તા.પ માર્ચ સુધી રાજકોટવાસીઓ નિહાળી શકશે લાગણીભીની ક્લિકનો નજારો

રંગીલા રાજકોટવાસીઓ કંઇક નવું જાણવા અને માણવાના શોખીન છે. ત્યારે રાજકોટમાં છેલ્લા બે દાયકાથી સેવારત અને સંવેદનસભર આંખોથી કેમેરાનાં લેન્સને લાગણીનાં ઝૂમ ઇન વિશ્ર્વમાં લઇ અદભુત દ્રશ્યોની વણઝારને કચકડે કેદ કરનાર જાણીતા યુવા ફોટોગ્રાફર દેવેન અમરેલીયાએ કંડોરેલી હ્રદયસ્પર્શી કલીકનો અમુલ્ય ખજાનો મન ભરીને માણવાનો અવસર આવ્યો છે. પોઝીટીવીટી અને સેન્સેટીવિટીના દિલથી ઝીલેલા  દ્રશ્યોનો આસ્વાદ રાજકોટવાસીઓ માણી શકે એટલા માટે આગામી તા. ૩ માર્ચ શનિવાર થી તા. પ માર્ચ સોમવાર સુધી રાજકોટના હાર્દસમા રેસકોર્સ સ્થિત શ્યામપ્રસાદજી મુખર્જી આર્ટ ગેલેરી ખાતે દેવેન અમરેલીયાની બેનમુન ચુનંદા તસ્વીરોનું અલભ્ય પ્રદર્શન યોજાશે. જેને નગરજનો સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા અને સાંજે  ૪ થી ૮ વાગ્યા દરમીયાન નીહાળી શકશે. d 167

અખબારી જગતમાં ગૌરવપૂર્ણ નામ ગણાતા દેવેન અમરેલીયા તેના એન્ગલ અને આઇડીયા થકી ક્રિએટીવ ફોટોગ્રાફીમાં માઇલસ્ટોન ગણાય છે. તેમણે ન્યુઝ ફોટોગ્રાફીમાં કાર્યરત રહીને વિવિધ ઘટનાઓ અને સેલીબીટીઓને કેમેરામાં કંડાર્યા છે. ખુબ જ ઓછું બોલે, પણ તસવીરો  થકી હ્રદયસ્પર્શી વાતને બયાન કરતા દેવેન અમરેલીયાની પોઝીટીવીટી અને સેન્સેટીવીટી જ તેની આઇડેન્ટીટી છે. એટલે જતો તસવીરકળા ક્ષેત્રે તેની એક અલગ ઇમેજ છે. તેમની ક્રિએટીવીટીનો ખજાનો અમૂલ્ય છે. નાની ઉંમરે જ તસવીરકળામાં પારંગત બનેલા દેવેન અમરેલીયા પાસે અત્યારે ફોટો જર્નાલિઝમ ક્ષેત્રના જ અધધ ૨૦,૦૦૦ થી વધુ તસવીરોનો ખજાનો છે. જેમાંથી મહત્તમ તસવીરો મીડીયામાં માઘ્યમથી લોકો સુધી પહોંચીને જબરી દાદ મેળવી ચુકી છે. કારણ કે ઘણી વખત કલમથી બયાન નથી થઇ શકતું ત્યાં તસવીરો બોલે છે. દેવેન અમરેલીયા પાસે કદાચ જીવંત કેમેરા હોય એવું લાગે છે. કેમેરાનાં લેન્સ લાગણીથી તરબોળ હોય અને કલીક થાય ત્યારે કરુણાનો ભાવ પણ  આબેહૂબ ઝીલી લેવાની કળામાં દેવેન અમરેલીયાની આવડત કાબીલ-એ-દાદ છે.

શિસ્ત બઘ્ધ રીતે સખત મહેનત કરીને સતત નવી કલીક કરવાની તાલાવેલીનાં કારણે દેવેન અમરેલીયાની તસવીરોમાં અનોખી તાજગી જોવા મળે છે.

રાજકોટમાં રેસકોર્ષ સ્થિત શ્યામપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે યોજાનાર બેનમુન તસવીરોના અલભ્ય પ્રદર્શનને આગામી તા.૩માર્ચ શનિવારે સવારે ૧૦ વાગ્યે પુજય માતૃશ્રી કાન્તાબેન વાલજીભાઇ અમરેલીયાનાં વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે. જેમા યુવા તસવીરકાર, દેવેન અમરેલીયાએ ખેડેલી બે દાયકાની ફોટો જર્નાલીસ્ટ તરીકેના યાત્રામાં કેમેરાની આંખે કંડોરેલી ૯૦ જેટલી અલભ્ય કલીક પ્રદર્શીત કરવામાં આવશે. વર્ષોથી મીડીયામાં વિવિધ ઘટનાઓનું પ્રતિબિંબ પાડતા દેવેન અમરેલીના તસવીર પ્રદર્શન વિતેલા સમયની ઘટનાઓ, માનવીય મનોભાવો સુખ-દુ:ખ, ઉછળકુદ, નિર્દોષતા અને કુદરતના કરિશ્માની બેનમુન કૃતિઓ જોવા મળશે. તેઓ અહીં જ ઉ૫સ્થિત રહીને એક થી ચડીયાતી એક તસવીરો તેમણે કયાં અને કેવા સંજોગોમાં કલીક કરી.. એ પણ તસવીરકળા માણવા આવનાર રાજકોટવાસીઓ સમક્ષ વર્ણવશે. એટલું જ નહી, આ તસવીર પ્રદર્શનમાં ફોટોગ્રાફીના ઇતિહાસથી લઇને વિશ્ર્વનાં શ્રેષ્ઠત્તમ ફોટોગ્રાફર જોવા મળશે. આ સાથોસાથ રાજકોટના સિઘ્ધહસ્ત ફોટોગ્રાફર્સ પાસેથી કેમેરાની કળા વિશેની શાનદાર ટીપ્સ પણ મળશે. તો આ કલીક ની કાબેલીયતને માણવના રાજકોટવાસીઓને નિમંત્રણ પાઠવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.