છેક ૧૯૨૭થી ઈન્ડિયન ફોરેસ્ટ એકટ અંતર્ગત બાંબૂ એટલે કે વાસને વૃક્ષની કેટેગરીમાં સમાવાયું હતુ
વાસને વૃક્ષની કેટેગરીમાંથી બહાર કરાતા હવે તે સહેલાઈથી કાપી શકાશે. હવે વાસ કહે છે કે મારો વાંક શું ? મારો ગૂનો શું? કેમકે જયારે જ‚ર પડે ત્યારે માણસ મને જડમૂળથી ઉખેડી નાખશે કે કાપી નાખશે!!!
હકિકતમાં દેશમાં વૃક્ષછેદન પર પ્રતિબંધ છે. એટલે વૃક્ષની કેટેગરીમાં જેટલા પણ ફૂલ ઝાડ આવતા હોય તેને નુકશાન કરવું કે કાપવા તે કાનૂની ગૂનો બની જાય છે. પરંતુ હવે વાસને વૃક્ષની કેટેગરીમાંથી જ બહાર કરી દેવાતા વાસ સહેલાઈથી કાપી શકાશે. વાસને અંગ્રેજીમાં બાંબૂ કહેવામાં આવે છે.
વાસ અગર બાંબૂને વૃક્ષની કેટેગરીમાંથી બહાર લાવવા માટેના ઓર્ડીનન્સ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હસ્તાક્ષર કરી મંજૂરી આપી દીધા પછી અધિકૃત રીતે આની જાહેરાત કરી દેવામાં આવી છે. આનો મતલબ હરગીઝ એ નથી કે બાંબૂ, પામ ટ્રી, કેન (નેતર), બ્રશવૂડ વિગેરે વાસના પ્રકારના વૃક્ષોને હવેથી નજર અંદાજ કરવામાં આવશે.
અહી ખાસ ઉલ્લેખનીય છે કે ૧૯૨૭થી ઈન્ડીયન ફોરેસ્ટ એકટ હેઠળ વાસને વૃક્ષની કેટેગરીમાં સમાવાયું હતુ જેથી તેના વૃક્ષછેદન પર પ્રતિબંધ હતો.