પાર્થરાજ કલબ ગ્રાઉન્ડમાં સાંજે ૭:૦૦ કલાકે પ્રારંભ: ગુજરાતી ફિલ્મ-આલ્બમની હિરોઈન રિયા મુલ્લા ખેલૈયાઓને ચડાવશે જોમ: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
રંગીલા રાજકોટની ઉત્સવ પ્રેમી જનતા અને ખાસ કરીને ખેલૈયાઓ જેની આતુરતાથી રાહ જોતા હોય છે તે બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રિન્સ-પ્રિન્સેસ રાસોત્સવનું આ વખતે પણ પરંપરા મુજબ ધમાકેદાર આયોજન તા.૨૦ના શનિવારે સાંજે ૭ કલાકે નાનામવા સર્કલ પાસે પાર્થરાજ કલબના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. બાન લેબ્સ અને બામ્બુ બિટ્સનો સંગાથ ખેલૈયાઓને ભરપુર ઉત્સાહિત કરશે તો ગુજરાતી ફિલ્મ અને આલ્બમની અભિનેત્રી રીયા મુલ્લા ખાસ હાજરી આપી ખેલૈયાઓને ઝોમ ચડાવશે. રાસોત્સવને ભવ્યાતિભવ્ય બનાવવા આયોજકો ‘અબતક’ના આંગણે પધાર્યા હતા.
નવરાત્રીના નવ દિવસ સુધી અલગ-અલગ રાસોત્સવમાં કલાના કામણ પાથરી વિજેતા થનાર પ્રિન્સ-પ્રિન્સેસ ૧૦માં દિવસે જેની રાહ જોઈ રહ્યા હોય છે એ બેસ્ટ ઓફ ધ બેસ્ટ રાસોત્સવ સતત ૧૬માં વર્ષે ધમાકેદાર રાસોત્સવ લાવ્યું છે. ખેલૈયાઓ જેની પાછળ પાગલ હોય છે તે બામ્બુ બિટસના સથવારે સાંજે ૭:૦૦ કલાકથી આ રાસોત્સવમાં શહેરના તમામ પ્રિન્સ-પ્રિન્સેસ વચ્ચે ખરાખરીનો ખેલ ખેલાશે જંગ એવો જામશે કે હર કોઈ ઝુમી ઉઠશે. બેસ્ટ ઓફ ધ બેસ્ટ રાસોત્સવમાં વિજેતાઓને લાખેણા ઈનામોની વણઝારથી નવાજવામાં આવશે. ઓરકેસ્ટ્રા ટીમમાં બામ્બુ બિટસના ગીરીશભાઈ અને તેની ટીમ જમાવટ કરશે. એનાઉન્સર તરીકે ગીરીશકુમાર ગણાત્રા જમાવટ કરશે. દાંડીયા કિંગ ગણાતા પાર્થ ગઢવી અને રાજ ગઢવીના ખાસ સહયોગથી આ રાસોત્સવ વધુ દીપી ઉઠશે.
આ રાસોત્સવમાં દીપ પ્રાગટય વિધિમાં બીનાબેન આચાર્ય, ડો.રાહુલ ગુપ્તા, બી.એન.પાની, મનોજ અગ્રવાલ, સિઘ્ધાર્થ ખત્રી, નિતીનભાઈ ભારદ્વાજ, રવિકુમાર સૈની, મનોહરસિંહ જાડેજા, મૌલેશભાઈ ઉકાણી, નીતિનભાઈ નથવાણી, અલ્પાબેન ખાટરીયા ખાસ ઉપસ્થિત રહેશે. મુખ્ય અતિથિ તરીકે ધનસુખભાઈ ભંડેરી, યોગેશભાઈ પુજારા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પરેશભાઈ ડોડીયા, ચંદ્રકાંતભાઈ શેઠ, હિરેનભાઈ ખીમાણીયા, રાકેશભાઈ પોપટ, ના‚ભા જેઠવા, ઉદયભાઈ કાનગડ, ઈન્દ્રનીલ રાજયગુરુ, નયનભાઈ દવે, હિતેષભાઈ વોરા, દીપકભાઈ વી.કોઠીયા, હેમરાજભાઈ પાડલીયા, રાજુભાઈ સોરઠીયા, મોહનભાઈ કુંડારીયા, સર્વેસર ચૌહાણ, ગુણવંતભાઈ ડેલાવાળા, જયેશભાઈ ઉપાધ્યાય, પરેશભાઈ ગજેરા, અનિલભાઈ ખુંટ, જયેશભાઈ રાજપુત, પ્રકાશભાઈ ચોટાઈ, ભાવેશભાઈ ચોટાઈ, હસમુખભાઈ ભગદેવ, એમ.જે.સોલંકી, શનિભાઈ ઝરીયા, સ્મીતભાઈ સુબા, કિશનભાઈ શાહ, અખિલભાઈ શાહ, કમલેશભાઈ મીરાણી, ડી.કે.સખીયા સહિતના ઉપસ્થિત રહેશે.
સમગ્ર આયોજન સફળ બનાવવા અશોકભાઈ બગથરીયા, રાજુભાઈ બોરીચા, આશિષભાઈ વાગડીયા, ભુપતભાઈ બસીયા, હાર્દિકભાઈ વાળા, મિલનભાઈ કોઠારી, જગદીશભાઈ પટેલ, મહેન્દ્રસિંહ જાડેજા, ધાર્મિકભાઈ આર.સોઠીયા, જયેશભાઈ સોરઠીયા, સુ‚ભા જાડેજા, પારસ રાઠોડ, જયભાઈ ખારા, જય બોરીચા, સુખદેવસિંહ ઝાલા, જીતુભાઈ રાઠોડ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. તમામ ખેલૈયાઓએ વેલડ્રેસ સાથે સમયસર ઉપસ્થિત રહેવા જણાવાયું છે.