સાથેમવારથી પ્રારંભ થનારી અમરનાથ યાત્રાની તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ: યાત્રિકો અભેદ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કોઇપણ મુશ્કેલી વગર બાબાના દર્શન કરી શકે તેવુ અનોખુ આયોજન ઘડાયું
ભારત સહિત સમગ્ર વિશ્ર્વના સનાતન ધર્મપ્રેમીઓ માટે અતિપવિત્ર ગણાતી બફીલા બાબા અમરનાથની યાત્રાનો સુરક્ષાના સંગીન બંદોબસ્ત વચ્ચે સાથેમવારથી પ્રારંભ થઇ રહ્યો છે. યાત્રાના બન્ને અલગ અલગ રુટ બાલતાલ અને પહેલ ગાર્વના રુટ પર સુરક્ષા વ્યવસ્થા સગીન બનાવવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાં પડાવ નાખીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
ચાલીસ દિવસની અમરનાથની મુખ્ય ગુફા સુધીની આ યાત્રા દક્ષિણ કાશ્મીર હિમાલયના ૩૮૮૦ મીટરની ઉંચાઇ માટે બન્ને રુટ ઉપર યાત્રાળુઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તૈયારીઓને નિષ્ણાતોની દેખરેખ હેઠળ આપ આપવામાં આવ્યો હતો.
અમરનાથની યાત્રામાં જોડાનારા લાખો ભાવિકોની રાઉન્ડ ધ કલોક સુરક્ષા અને પ્રાથમીક જરુરીયાતો તે પૂર્ણ કરવા વિશાળ આયોજન સાથે સુરક્ષા માટે સેના સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના ત્રીસ્તરીય સુરક્ષા પ્રાવધાન માટે સંગીન આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષા દળો દ્વારા સમગ્ર યાત્રાના માર્ગ ઉપર પુરતા સૈન્ય બળ અને આધુનિક ટેકનોલોજીની ઉ૫કરણીય વ્યવસ્થાથી યાત્રાને હાઇટેક સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું છે.
સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે ૧૪મી ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં સીઆરપીએફની જવાનોની શહીદીના પગલે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિને ઘ્યાને લઇ અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થામાં કોઇ કસર ન રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યાત્રાની સુરક્ષા વ્યવસ્થામાં કોઇપણ પ્રકારની કચાશ ન રહે તેની તાકીદ કરી યાત્રાળુઓની સુરક્ષા માટે ફુલપ્રુફ સુરક્ષા કવચની ખુદ સમીક્ષા કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બે દિવસના રોકાણ દરમિયાન યાત્રાળુઓના રુટ, સમયપત્રક અને શરુઆતથી અંતસુધી ના રુટ ઉપરની વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. શાહે બેરિકેટ અને લોકેશનની સમીક્ષાની સાથે સાથે જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાના શ્રઘ્ધાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષાનો ભેદ બનાવવા તાકીદ કરી હતી. આ દરમિયાન ગઇકાલે રાજયપાલના સલાહકાર ખુરશીદ અહેમદ ગાનાઇ કે.કે. શર્માએ બાલતાલ અને પહેલગામના બેઝ કેમ્પની મુલાકાત ઇલ સુરક્ષા કરી હતી. બાલતાલનો કેમ્પ મઘ્ય કાશ્મીરના ગંડરવાલ જીલ્લામાં ઉભું કરવામાં આવ્યો છે.
આ બેઠકમાં પવિત્ર ગુફા સુધીના રસ્તાની મરામત યાત્રાળુઓની સેવા માટે ઉભા કરવામાં આવતા કેમ્પ, મેડીકલ કેમ્પ, મજુરોનું રજીસ્ટ્રેશન, ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, પીવાના પાણીની વ્યવસ્થા, લાઇટીંગ એલપીજી, રાશન અને દવાની વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. યાત્રાળુઓ માટે શૌચાલય, સ્નાનાગાર આરામ માટે ઉભા કરવામાં આવેલા કેમ્પોમાં રોજે રોજની સફાઇની તાકીદ કરવામાં આવી હતી.
અમરનાથ યાત્રા માટેની વ્યવસ્થાને અંતિમ ઓપ અપાઇ ચુકયો છે. હેલ્પલાઇન નંબર અને જરુરી વ્યવસ્થાની માહીતી દરેક યાત્રાળુઓને મળી રહે તે માટે માહીતી કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. પીવાનું પાણી, વિજળી આરોગ્ય વ્યવસ્થા ખોરાક પુરવઠો બળતણના લાકડા જરુરી પરવાનગીઓ અને અમરનાથ યાત્રા સાથે જોડાયેલી તમામ વ્યવસ્થાઓમાં કોઇપણ પ્રકારની કચાશ ન રહે અને યાત્રિકોના એક જથ્થો નિશ્ચિત પડાવ સુધી ન પહોંચે ત્યાં સુધી પાછળના જથ્થાનેબેઝ કેમ્પમાં રોકવાની વ્યવસ્થા ઉપર ખાસ ઘ્યાન આપવામાં આવ્યો છે.
ગાનાઇ અને શર્માએ યાત્રાના તમામ કેમ્પોની મુલાકાત લઇ ગુનગાન કેન્દ્રમાં મેડીકલ યાત્રાળુઓ માટે ઉભી કરવામાં આવેલી ઇમરજન્સી મેડીકલ સવલતો સહીતના કેમ્પોની મુલાકાત લઇ સાથે સાથે યાત્રાળુઓને ભાવતાં ભોજન પીરસનારાઓ લંગર ચલાવનારાના સંચાલકોને યાત્રાળુઓને શુઘ્ધ સાત્વીક અને ગુણવતા સભર ભોજન પીરસવાની જવાબદારી સુવ્યવસ્થા ચલાવવા ભલામણ કરવામાં આવી હતી. સાથેમવારથી શરુ થનારી અમરનાથ યાત્રા માટે ભાવિકોનો ઉત્સાહ આવખતે સૌથી સવિશેષ જોવા મળ્યો છે. ચારે તરફ યાત્રાળુઓની સેવા માટે લંગર ચલાવનારાઓ તૈયાર થઇને બેઠા છે.