મંત્રી તરીકે મળતો પગાર- ભથ્થા નહીં સ્વીકારવાનો પત્ર મુખ્યમંત્રીને આપ્યો
ગુજરાત સરકારના સૌથી ધનીક મંત્રી એવા બળવંતસિંહ રાજપુતે મંત્રી તરીકે પોતાને મળતા પગાર અને અન્ય ભથ્થ્ાાઓ નહી લેવાનો નિર્ણય કર્યો છે. તેઓએ આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર સુપરત કર્યો છે.
ગુજરાત સરકારમાં બળવંતસિંહ રાજપુત ઉઘોગ, લઘુ, સુક્ષ્મ અને મઘ્યમ ઉઘોગ, કુટીર, ખાદી અને ગ્રામોઘોગ, નાગરીક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓએ ગઇકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને એક પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ એવું જાણાવ્યું હતું કે રાજય સરકારના મંત્રીને નિયમાનુસાર મળવા પાત્ર પગાર અને ભથ્થા હું સ્વીકારવામાં માંગતો નથી. તેઓના આ નિર્ણયથી સી.એમ. દ્વારા સરાહના કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે 15મી વિધાનસભામાં ચૂઁટાયેલા 182 ધારાસભ્યો પૈકી સૌ પ્રથમ દ્વારકા બેઠકના ધારાસભ્ય પબુભા માણેકે પોતાને એમ.એલ.એ. તરીકે મળતા પગાર ભથ્થા નહી સ્વીકારવાનો નિર્ણય લીધો હતો.