સોની સબ એ એક પ્રખ્યાત મનોરંજન ટીવી ચેનલ છે. તેમાં થોડા વર્ષો પહેલા એક શો આવતો હતો જેનું નામ હતું બાલવીર. બાલવીર એક એવી મનોરંજક ટીવી સીરીયલ હતી જેમાં બાલવીર ગમે ત્યારે ગમે તે ગ્રહ પર જઈ શકતો આ ગુજરાતી કલાકારનું નામ દેવ જોશું હતું તે હવે સાચે જ ચાંદ પર જશે.
ટીવી સીરીયલમાં બાલવીરે લોકોને કાલ્પનિક રીતે ઘણા ગ્રહોની સફર કરાવી હતી ત્યારે હવે દેવ જોશી હકીકતમાં વર્ષ 2023માં સ્પેસ એકસના અંતરિક્ષ યાનમાં ચંદ્રની સફર કરશે. આ ચંદ્રયાત્રામાં કોરિયાઈ પોપસ્ટાર ટીઓપી સહિત કુલ 8 લોકો જોડાશે. જાપાનનો અબજોપતિ યુસાકુ માએજાવા બધાને ચંદ્રની સફર કરાવશે.
ચંદ્ર પર આ પહેલું નાગરિક મિશન હશે. જેમાં કુલ 8 લોકોને ચંદ્રની યાત્રા પર મોકલવામાં આવશે. આ આઠ લોકો દુનિયાભરના છે અને પાયોનિયર છે. આ યાદીમાં દેવ જોશી, અમેરિકન ડીજે સ્ટીવ ઓકી, અમેરિકન ફિલ્મ નિર્માતા બ્રેન્ડન હોલ અને અમેરિકન યુટ્યુબર ટિમ ડોડનો સમાવેશ થાય છે. આ આઠ લોકોને યુસાકુ માએઝાવાએ તેમના ડીઅરમૂન પ્રોજેક્ટમાં તેમની સાથે મુસાફરી કરવા માટે પસંદ કર્યા હતા.
કોણ છે યુસાકુ માએઝાવા ??
યુસાકુ માએઝાવા ફેશન કંપનીના માલિક છે અને જાપાનનો અબજોપતિ છે. તેઓ ગત વર્ષે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને પણ ગયા હતા. યુસાકુએ પોતાની સાથે ચંદ્રયાત્રા માટે ઈન્ટરવ્યુના આધારે 8 લોકોની પસંદગી કરી છે.