તાજેતરમાં કેરલમાં થયેલ અતિસૃષ્ટિ ના પરિણામે તેના સામાન્ય જન-જીવન પર ખુબ જ મોટી અસર પડી છે. જેને ઘ્યાને લઇ તાત્કાલીક બોલબાલા ટ્રસ્ટ- રાજકોટ દ્વારા ઘઉં, ઓખા, અનાજ કઠોળ ચા,ખાંડ, સાબુ, તેલ, મીઠાઇ, બેટરી, ટુવાલ, ગોપાલ નમકીન, કોલ્ડ્રીંકસ, પીવાના પાણી ની બોટલ, કપડા, મીણબત્તી બાકસ સુકો નાસ્તો વગેરે જરુરીયાત મંદ લોકો માટે રાજકોટ રેલવે મારફતે કેરલ પહોચાડવામાં નીમીતી બન્યા છે.
૧પથી વધુ વાહનો ભરાઇ જાય તેટલી રાહત-સામગ્રી પહોચાડવા માટે ટ્રસ્ટ નીમીત બન્યું છે. આ કાર્યમાં બોલબાલા સંસ્થા ટ્રસ્ટી જયેશ ઉ૫ાઘ્યાય ના માર્ગદર્શન હેઠળ સીનીયર સીટીઝનો કાર્યકતૉ બોલબાલા સ્ટાફ વગેરે એજહેમત ઉઠાવી હતી.