બોલ ટેમ્પરિંગનું નુકસાન હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ને પણ ભોગવવું પીડી રહ્યું છે. આ વિવાદના પાંચમા દિવસે બોર્ડના ટોપ સ્પોન્સર્સમાંથી એક મૈગલને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે સંબંધ તોડી નાખ્યો છે. 2017માં બંને વચ્ચે સ્થાનિક ટેસ્ટ મેચોના રાઇટ્સને લઇને ત્રણ વર્ષ માટે લગભગ એક અબજ રૂપિયાની ડીલ થઇ હતી. તેના પહેલા બોર્ડે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક-એક વર્ષનો બેન લગાવી દીધો હતો. સ્મિથ બે વર્ષ સુધી કેપ્ટનશિપ પણ નહીં કરી શકે, જ્યારે વોર્નરને કેપ્ટન બનાવવા પર હવે ક્યારેય પણ વિચાર નહીં કરવામાં આવે. બોલ સાથે ચેડાં કરનાર કેમરોન બેનક્રોફ્ટ પર ફક્ત નવ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,