બાલી નજીક એસોર્ટ સહિતના વિસ્તારો પર ખતરો; હાઈએલર્ટ

ઈન્ડોનેશિયા ટાપુ પર સ્થિત બાલી જવાળામુખી ભભૂકયો છે. સોમવારના રોજ બાલી જવાળામુખી ફાટતા ૨૦૦૦ મીટર એટલે કે ૬૫૦૦ ફૂટ ઉંચા ધગધગતા લાવા ઉછળ્યા છે.

ગત અઠવાડીયે આ ઉષ્ણકટિબંધીય ટાપુએ એરપોર્ટને પણ બંધ કરી દીધું હતુ ઈન્ડોનેશિયાની ભુગર્ભીય એજન્સીએ આ વિશે માહિતી આપતા કહ્યું છે કે અગંગનો સ્થાનિક સમય ૯ વાગ્યે (૧૩૦૦ જીએસટી) લાવા ભભૂકયો હતો. અને તેના ફેટરથી બે મીટર દૂર સુધીનાં વિસ્તારમાં લાવા ઉછળી રહ્યો છે. અને ઓગંગની ચારે તરફ એક ચાર કિલોમીટરનું નો-ગો ક્ષેત્ર છે. ત્યાં પણ આવા ફેલાયો છે. જે મોટા ખતરારૂપ સાબિત થઈ શકે છે. આથી નજીકનાં વિસ્તારોમાં હાઈએલટ જારી કરી દેવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.