70 વર્ષ જૂના સ્લમ ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ પડતા ફાયર વિભાગે લોકોનો જીવ બચાવ્યો: એસ્ટેટ વિભાગની ટીમને સ્ટ્રકચર રિપોર્ટ તૈયાર કરવા આદેશ
અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી થઇ હતી. મળતી જાણકારી અનુસાર, મણીનગર સ્થિત ઉત્તમ નગરમાં 70 વર્ષ જૂના સ્લમ ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. ફાયર વિભાગે 30 લોકોના રેસ્ક્યુ કર્યું હતું. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.
વિગતો મુજબ અમદાવાદના ઉત્તમ નગર વિસ્તારમાં આવેલા 70 વર્ષ જૂના સ્લમ ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ વહેલી સવારે ધરાશાઇ થયો હતો. ઉત્તમ નગર ક્વાટર્સમાં કુલ આઠ બ્લોક આવેલા છે અને 256 મકાનોમાં કુલ 1500 જેટલા લોકો રહે છે. સવારે સાત વાગ્યાની આસપાસ ચોથા માળની બાલ્કનીનો ભાગ ત્રીજા માળની બાલ્કની ઉપર પડતા બંન્ને મકાનને નુકસાન થયું હતું.
ઘટનાની જાણ થતા ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે છ બાળકો સહિત કુલ 30 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.મકાન જૂના થઈ ગયા છે અને એસ્ટેટ વિભાગની ટીમને સ્ટ્રકચર રિપોર્ટ તૈયાર કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે જે બાદ અન્ય કોઈ બ્લોકમાં પણ જોખમ હશે તો તેને પણ ખાલી કરાવવામાં આવવાનું તંત્ર દ્વારા જાણવામાં આવ્યું હતું.
ઉ્લેખનીય છે કે,અમદાવાદના મણિનગરમાં ઉત્તમ નગર બગીચા પાસે સલ્મ કવાટર્સ આવેલા છે. આ આવાસો લગભગ 58 વર્ષ જેટલા જૂના છે. આ મકાનો ખૂબ જ જૂના હોવાના કારણે એ.એમ.સી દ્વારા અનેક વાર આ મકાનોને તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી. તેમ છતા આ આવાસ તોડી પાડવામાં આવ્યા નથી. જો કે અંતે આ દુર્ઘટના ઘટી છે.