મહીસાગર જિલ્લામાં બાલાસિનોરની આઇસીઆઇસીઆઇ બેન્ક માં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ પાટીલ જેમની હત્યા કરી 1 કરોડ 17 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. તેમાં પોલીસને મહત્વની કડી મળી હતી અને હત્યા કરનારા આરોપીને પકડી પકડાયો છે. જ્યારે મેનેજરની હત્યા કરનાર તેનો પરમ મિત્ર હર્ષિત પટેલ નીકળ્યો હતો જેને પૈસાની લાલચમાં તેના મિત્રની હત્યા બે શખ્સો સાથે મળીને કરી હતી. હાલ પોલીસે આરોપી પાસેથી તમામ રોકડ કબજે કરી બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
બે સાગરિતો સાથે હત્યા અને લૂંટને અંજામ આપી કાર સળગાવી નાખી: બે શખ્સોની શોધખોળ: લૂંટની પુરેપુરી રકમ કબ્જે
વિગતો મુજબ લુણાવાડા સતરામપુર હાઇવે રોડ પર ગોધર ગામ પાસે એક કાર બળેલી હાલતમાં મળી આવી હતી. ગતમોડી રાત્રીએ કારમાં આગ લાગી હોવાનું અનુમાન છે, આ કાર બાલાસિનોર બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ પાટીલની હતી. તેવું આનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. આ બળીને ખાખ થયેલી કારમાં એક પેટી પણ જોવા મળી રહી હતી ત્યારે સમગ્ર મામલે હાલ મેનેજર વિશાલ પાટીલની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
જ્યારે આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો અને આ હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસને મહત્વની કડી મળતા હત્યારા અને પકડી પાડ્યો હતો. જેમાં પૂછપરછ કરતા હત્યારાનું નામ હર્ષિલ પટેલ હોવાનું સામે આવ્યું હતું અને આ હર્ષિલ પટેલ મૃતક મેનેજરનો ખાસ મિત્ર હતો. જેમાં અત્યારે કબુલાત આપી હતી કે તેને તેના બે સાગરીતો સાથે મળી પૈસાની લાલચમાં તેના પરમ મિત્રની હત્યા કરી તેની કારને સળગાવી નાખી હતી. પોલીસે હાલ હર્ષિત પટેલ પાસેથી તમામ રોકડ રકમ કબજે કરી તેની સાથેના બે શખ્સોની ઓળખ મેળવી શોધખોળ હાથ ધરી છે.