ગુજરાતમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૫૬.૮૨ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૬૪ ટકા રિઝલ્ટ જાહેર થયું છે. જેમાં અનેક સ્કુલોનું પરિણામ ખૂબજ સા‚ આવ્યું છે. ત્યારે બાલકૃષ્ણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્કર્ષ દેખાવો કરી ને ખૂબજ સા‚ પરિણામ મેળવ્યું છે.
બાલકૃષ્ણ વિદ્યાલયના પ્રીન્સીપાલ વિશાલ નનુજી આજરોજ ૧૨ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવ્યું છે. ત્યારે ખૂબજ ખુશી અનુભવું છું કે મરી મહેનત મારા વિદ્યાર્થીની મહેનત અને વાલીઓની મહેનત રંગ લાવી છે. ત્યારે મારી શાળામાં વિદ્યાર્થી મિડલ કલાસ ફેમીલીમાંથી આવે છે. અને માત્ર ૪૦૦૦ ‚ા.માં આખા વર્ષની ફી માં ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે. અને આટલી ઓછી ફી કે જે સામાન્ય પરિવારના બાળકો પણ અભ્યાસ કરી શકે અને આજે એ મહેનતની મને સફળતા મળી છે અને જો મને ગર્વમેન્ટનો સપોર્ટ મળે તો હું આથી પણ વધુ સા‚ પરિણામ આપી શકું છું. બાલકૃષ્ણ વિદ્યાલયના ડાલાણી કિંજલ એ જણાવ્યું હતુ કે આજે હું સ્કુલ ફર્સ્ટ આવી છું અને મારે ૯૯.૩૬ પીઆર આવ્યા છે. હું ખૂબજ ખુશ છું આ માટેનો શ્રેય હું મારી સ્કુલ અને મારા માતા પિતાને આપું છું અને ખાસ મારા માતા પિતાને કે એમને ખૂબજ મહેનત કરીને અને રાત દિવસ કામ કરીને મને આગળ વધારી છે.
યાદવ કિરણ જણાવ્યું હતુ કે આજે મારે ૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૬.૫૫ પીઆર સાથે ઉતીર્ણ થઈ છું હું ખૂબજ ખુશ છું કે આજે મારી મહેનત અને મારા માતા પિતા શિક્ષકોની મહેનત રંગ લાવી અને આગળ હું સરકારી નોકરી કરવા ઈચ્છુ છું.