- આજુબાજુના 15 કિલોમીટર વિસ્તારના લોકોની સલામતી વ્યવસ્થાની ચકાસણી માટે સફળ મોકડ્રીલ યોજાઇ
કચ્છના ઔદ્યોગીક જગતમાં વિશીષ્ઠ અને 5 હજારથી વધુ કર્મચારીઓને રોજગારી આપતી ટાયર બનાવતી કંપનીના કામદારો અને આસપાસના વિસ્તારોના લોકોની જાહેરત સલામતીની સઘન વ્યવસ્થા ચકાસણી કરવા માટે પધ્ધરની બીકેટી કંપનીમાં આગ લાગે કે ગેસ ગળતર થાય તો મોટી જાનહાની અટકાવવા માટે આજે સફળ રીતે મોક ડ્રીલ યોજાય હતી અને આ મોકડ્રીલમાં કંપનીમાં મોટે પાયે આગ લાગી ગઈ હોય અને પ્રોપેન ગેસ લીકેજ થયું હોય તેની 15 કિલોમીટરની ત્રીજયામાં અસર થાય તો કેવી રીતે બચાવ રાહત કામગીરી કરવામાં આવે તેનુ સફળ રીહેસલ કરવામાં આવ્યું હતુ. અને આ રીહેસલમાં બચાવ કામગીરીમાં જોડાયેલા તમામ સફળ રીતે પાસ થયા હતા.
પશ્ર્ચીમ કચ્છની બાલક્રિષના ઈન્ડ. લી. ટાયર બનાવવાનું કામ કરે છે. અને કંપનીમાં 5 હજારથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
પશ્ચિમ કચ્છમાં આવેલી બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ લિ., પધ્ધર ખાતે આવેલા કારખાનામાં પ્રોપેન ટેન્કમાં ગેસ લીકેઝ થતા જ ઈમરજન્સી કોલ આપવામાં આવ્યો હતો. બીકેટી કંપની દ્વારા તમામ ફાયરના સાધનોને એક્ટિવ કરીને આગને કાબૂમાં લેવામાં પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, આગ વિકરાળ હોય કારખાનામાં આવેલી ફાયર સિસ્ટમથી બુઝાવી શકાય તેમ નહોતી. આથી કંપની દ્વારા આ આગને લેવલ 03 ડિઝાસ્ટર જાહેર કરીને કચ્છ જિલ્લા વહીવટીતંત્રની મદદ માગવામાં આવી હતી. જિલ્લાની ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવતા મોટી દૂર્ઘટના ટળી હતી. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા વહીવટી તંત્રના પોલીસ, આરટીઓ, હેલ્થ, જીપીસીબી, ફાયર વગેરે વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. વહીવટી તંત્રના વિવિધ વિભાગોએ સંકલન સાથે કામગીરી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આમ જિલ્લા વહીવટી તંત્રની ઈમરજન્સી સેવાઓ થકી મોટી જાનહાનિને ટાળી શકાય હતી. જોકે, આ માત્ર ઓફસાઈટ મોકડ્રિલ હતી. આ જિલ્લાકક્ષાની ઓફસાઈટ મોકડ્રીલ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના સંયુક્ત સંકલનમાં સફળતાપૂર્વક યોજવામાં આવી હતી. આકસ્મિક સંજોગો ઓફસાઈટ દૂર્ઘટનાના કિસ્સામાં કેવી રીતે સંકલનથી કામગીરી કરી શકાય અને તેમાં રહી જતી ત્રુટિઓ દૂર કરી શકાય તે માટે આ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મોકડ્રિલમાં કચ્છના ડિઝાસ્ટર મામલતદાર એન.એસ.મલેક, ભુજ ગ્રામ્ય મામલતદાર બી.એન.શાહ, નાયબ નિયામક ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય આર.એચ.સોલંકી, પધ્ધર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એચ.એમ.ગોહિલ અને જીપીસીબી, આરટીઓ, તાલુકા હેલ્થ અધિકારી અને આસપાસના કારખાનાના પ્રતિનિધિ ઓ હાજર રહ્યા હતા.