‘ચોરની માં કોઠીમાં મોઢુ નાખી રોવે’
એર સ્ટ્રાઈકમાં થયેલી નુકશાની છુપાવવાના પાક. સરકારના પ્રયાસો નિષ્ફળ: ઈટાલીયન મહિલા પત્રકારે આ રહસ્યનો ભાંડો ફોડી નાખ્યો
કાશ્મીરમાં પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં સુરક્ષાદળોના ૪૪ જવાનો શહીદ થયા હતા જે બાદ ભારતીય વાયુસેનાએ વળતો જવાબ આપીને પાક હસ્તકના કાશ્મીરના બાલાકોટમાં આવેલા આતંકવાદી કેમ્પો પર એર સ્ટ્રાઈક કરી હતી એર સ્ટ્રાઈક કરી હતી.
આ એર સ્ટ્રાઈક મુદે પાકિસ્તાનની સ્થિતિ ‘ચોરનીમાં કોઠીમાં મોઢુ નાખીને રોવે’ તેવી સ્થિતિ હોય આ હુમલામાં થયેલા આતંકવાદીઓના મૃત્યુ અંગે પાક સરકારે અત્યાર સુધી મૌન સાધી લીધું છે. પરંતુ, ઈટાલીના એક મહિલા પત્રકારે એવો ઘટસ્ફોટ કર્યો છે. બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઈકમાં ૧૭૦ આતંકીઓ માર્યા ગયા છે. હજુ અનેક આતંકીઓ ઘાયલ છે અને રાત્રે ૩.૩૦ કલાકે થયેલી એરસ્ટ્રાઈકના છેક અઢી કલાક પછી પાક લશ્કર હુલમા સ્થાને પહોચી શકયું હતુ.
ઈટાલીના પત્રકાર ફ્રાન્સે કામરીનોએ કરેલા ઘટસ્ફોર્ટમાં ભારતીય વાયુદળે બાલાકોર્ટમાં કરેલા હુમલામાં જેસૈ મોહમ્મદના ૧૧ ટ્રેનરો સહિત ૧૭૦ આતંકીઓનો ખાતમો બોલાયો હતો. મહિલા રિપોર્ટર મરીનોએ તેના અહેવાલમાં જણાવ્યું હતુ કે પાકિસ્તાન વિશ્વને કેટલીક માહિતીથી ગેરમાર્ગે દોરી રહ્યું છે.
ફેબ્રુઆરીએ મોડીરાત્રે ૩.૩૦ કલાકે થયેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન સૈન્યની એક ટુકડી હુમલા સ્થળે અઢી કલાક બાદ સવારે છ વાગ્યે પહોચી હતી સિંકયારી બાલાકોર્ટથી ૨૦ કીમી દૂર આવેલું છે. સૈન્ય ૩૫ થી ૪૦ મીનીટમાં આ સ્થળ સુધી પહોચવામાં લાગે છે. આ અહેવાલમાં જણાવ્યું હતુ કે એર સ્ટ્રાઈકમાં ઘવાયેલાઓને હરકતુલ મુજાહીદીનના કેમ્પમાં સારવાર માટે લઈ જવાયા હતા. ત્યાં પાકિસ્તાનના સૈન્યએ તેમની સારવાર કરી હતી અને ભયભૂકત થયેલાઓને રજા અપાઈ હતી.
આ અહેવાલમાં આ મહિલા ઈટાલીયન રિપોર્ટરે માહિતી આપી હતી કે સ્ટ્રાઈકમાં એક ઝાટકે જ જેસે મોહમ્મદના આતંકીઓનાં મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા છે. જેમાં ૧૧ ટ્રેનર, અને બોમ્બ બનાવનારાઓ પણ સામેલ છે. મૃત્યાંકનો આંકડો પાકિસ્તાન અને આતંકીઓની ત્રેવડનો જવાબ માંગી લેનારો હોવાથી સાચો આંકડો છુકાવવામાં આવ્યો હતો.
હુમલામાં માર્યા ગયેલાઓમા ૧૧ ટ્રેનરોમાં માં બે અફઘાનિસ્તાનના હોવાનું બહાર આવ્યું છે. આતંકીઓનાં પરિવારજનોમાંથી પણ કેટલીક વાતો બહાર આવી છે. આતંકીઓને મળવા આવેલા કેટલાક પરિવારજનો પણ માર્યા ગયા છે. સ્ટ્રાઈક બાદ જેસે મોહમદના સભ્યો મૃત્યુ પામેલા આંતકીઓનાં પરિવારજનોને મળ્યા હતા અને તેમને રોકડ સહાય આપી હતી.
તેમ જણાવીને મરીનો અહેવાલમાં ઉમેર્યું હતુ કે બાલાકોટમાં આવેલી એક હોટળમાં લગાવાયેલા સાઈન બોર્ડમાં તાલીમુલ કરઆનની હાજરીની જાહેરાત કરવામાં આવી હતી આ વિસ્તારમાંથી મસુદ અઝહરને તાત્કાલીક હટાવી લેવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ અને કેટલાક શિક્ષકો અને બાળકો પાસે કેમ્પ પર જયાં એરસ્ટ્રાઈક થઈ હતી ત્યાં વ્યાપક સાફસફાઈ કરી નાખવમાં આવી હતી. આ એર સ્ટ્રાઈકમાં ઓછામાં ઓછી ૧૭૦ આતંકીઓનાં મૃત્યુ થયાનો પર્દાફાશ મેરીનોએ તેના અહેવાલમાં કર્યો છે.