મુખ્યમંત્રી રાહત ફંડમાં ૭૫ લાખ અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં રપ લાખ આપી જવાબદારી અદા કરી

આજે જયારે આખો દેશ અને વિશ્ર્વ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યા છે. આખો દેશ લોકડાઉન છે. આવી આપત્તિની ઘડીએ બધા લોકો જયારે પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે બાલાજી વેફર્સ પ્રા.લી. પોતાનું આર્થિક યોગદાન રાષ્ટ્રકાજે સમર્પિત કરી અને ગર્વ અનુભવે છે.

બાલાજી વેફર્સ પ્રા.લી. દ્વારા કોરોના વાયરસની મહામારીમાં ગુજરાત મુખ્યમંત્રીશ્રી રીલીફ ફંડમાં રૂ.૭૫,૦૦,૦૦૦ (પંચોતેર લાખ પુરા) નો ચેક અને ભારતના પ્રધાનમંત્રીશ્રી રીલીફ ફંડમાં રૂ. ૨૫,૦૦,૦૦૦ (પચીસ લાખ રૂપિયા) નો ચેક કંપનીના ડાયરેકટર પ્રણયભાઇ વિરાણીના હસ્તે રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનને અર્પણ કરવામાં આવ્યો..

બાલાજી વેફર્સ પ્રા.લી. ના ડાયરેકટર શ્રી પ્રણયભાઇ વિરાણી જણાવે છે કે અમે તો ફકત આથીંગ સહાય આપી છે. પરંતુ સાચી સહાય તો દેશના ડોકટરો, મેડીકલ સ્ટાફ, તમામ મીડિયા ના લોકો, જીલ્લા પ્રશાસનના કર્મયોગીઓ, પોલીસ કર્મીઓ, સામાજીક સેવા સંસ્થાઓ, આવશ્યક વસ્તુ માટે નો ડિલીવરી સ્ટાફ, બેંકના કર્મચારીઓ, સફાઇ કામદારો ફાર્માસીસ્ટ અને તમામ સેવાભાવી લોકો જે દિવસ અને રાત જોયા વિના પોતાના પરિવારની ચિંતા કર્યા વિના ફકત દેશ સેવા ને પ્રથમ મહત્વ આપી ને ખડે પગે દેશ માટે કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે. તેમની સહાય જ સાચી સહાય કહેવાય. તેમને અને તેમના પરિવાર ને બાલાજી વેફર્સ પરિવાર સલામ કરે છે. જયારે સમગ્ર વિશ્ર્વના મહાન દેશો પણ આ કોરોનાની મહામારી સામે ઘુટણીયે બેસી ગયા છે ત્યારે આપણા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ લીધેલ પગલા ખુબ જ આવકાર્ય અને સરાહનીય છે.

બાલાજી વેફર્સ લી. ના ડાયરેકટરો ભીખુભાઇ વિરાણી, ચંદુભાઇ વિરાણી અને કનુભાઇ વિરાણી જામનગર જીલ્લાના ધુન ધોરાજી ગામના વતની છે બાળપણથી જ સેવા તેમના લોહીમાં છે. તેમના પિતા પોપટભાઇ વિરાણી આર્થિક સ્થિતિ સારી ન હતી. ત્યારે પણ ગાયની સેવા અને સમાજ સેવા કરતા હતા. અત્યાર પણ બાલાજી વેફર્સ પ્રા.લી. ની ફેકટરીમાં અંદાજીત ૧૮૦ થી વધુ ગાયોની ગૌશાળા આવેલી છે. પંખી માટે ૧૦૦ થી વધુ માળા અને તેમના ચણ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. બાલાજી વેફર્સ પ્રા.લી. દ્વારા આ લોકડાઉન ની પરિસ્થિતિમાં તમામ કર્મચારીને એક પણ દિવસની રજા કાપ્યા વગર સંપૂર્ણ પગાર તેમજ બોનસ પણ તેમના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા છે.

દેશ અને રાજયની સેવા માટે  ઉદ્યોગપતિઓએ આગળ આવવું જોઇએ: ચંદુભાઇ વિરાણી

vlcsnap 2020 04 06 12h56m02s507

અબતક સાથે વાતચીત કરતા બાલાજી વેફર્સના ચંદુભાઇ વિરાણીએ માહીતી આપતા જણાવ્યું હતુંકે, સરકારને હાલ મદદ કરવાની જરુર છે. આ તકે બાલાજી ચંદુભાઇ વિરાણીએ જણાવ્યું હતું કે હાલ આ સ્થિતિમાં માત્રને માત્ર ઉદ્યોગપતિઓ જ દેશને આર્થિક મદદ કરવા સજજ છે. આ સેવાને મદદ ન કહી દેશની સેવાને મદદ ન કહી દેશની સેવા કહીએ તો સારૂ કહેવાય દેશના તમામ લોકોની નૈતીક ફરજ છે કે આ માહામારી  સમયમાં જો દરેક લોકો સાથ આપી આ સમયમાં આગળ આવે તો તે દિવસ દૂર નથી કે કોરોનાને આપણે માત આપી શકશું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.