ભારત દેશમાં જ વ્યાપારને વેગ આપવા કરાશે પ્રયત્નો: કોઈપણ વિદેશી કંપની સાથે એકપણ પ્રકારના કરાર નહીં કરાય
બાલાજી વેફર્સના માલીક ચંદુભાઈ વિરાણી સાથે અનેકવિધ મુદ્દાઓને લઈ ‘અબતક’ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જયારે તેમને પુછવામાં આવ્યું કે, બાલાજી વેફર્સની બ્રાન્ડ વર્થ ૫૦૦૦ કરોડની થઈ ગઈ છે ત્યારે આપનું શું માનવું છે. આ પ્રશ્નના ઉતરમાં ચંદુભાઈએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, હાલ બાલાજીની જે બ્રાન્ડ વર્થ ઉભી થઈ છે તેમાં માત્ર અમારો નહીં પરંતુ બાલાજી સાથે સંકળાયેલા સાથીદારોને શ્રેય જાય છે અને હાલમાં જે રીતે વિદેશી કંપનીઓ ભારતમાં આવી ભારતીય કંપનીઓ સાથે કરાર કરી વ્યાપારને જે વેગ આપવામાં આવી રહ્યો છે તે ખરા અર્થમાં સ્થાનિક વેપારીઓ માટે સારા દિવસો સમાન કહી શકાય.
જયારે તેમને બીજા પ્રશ્નમાં પુછવામાં આવ્યું કે, જે રીતે રાજકોટની સેસા બ્રાન્ડ ૧૬૦૦ કરોડમાં વેંચાઈ ત્યારે નામાંકીત કંપની હલ્દીરામ તથા વિદેશી કંપની કેલોગ વચ્ચે જે ૨૧૦૦૦ કરોડના કરાર થવાની સંભાવના છે ત્યારે બાલાજી વેફર્સનો આવનારો પ્લાન શું છે. ત્યારે આ પ્રશ્નના ઉત્તરમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, બાલાજી વેફર્સ હરહંમેશ એવું માની છે કે, તે કોઈ દિવસ વિદેશી કંપનીઓ સાથે કોઈપણ પ્રકારના કરારો કે સ્ટેક વેંચશે નહીં અને ભારતમાં જ કંપનીને ફેલાવશે.
ઉદાહરણ સ્વરૂપે તેઓએ જણાવ્યું હતું કે, નાગપુરમાં જે પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે બાલાજીનો તેમાં એકપણ ગુજરાતી લોકોને સામેલ નથી કરવામાં આવ્યા પરંતુ મરાઠી લોકો અને નાગપુરના સ્થાનિકોને જ તે પ્લાન્ટમાં નોકરી આપવામાં આવી છે જેનો એકમાત્ર કારણ એ છે કે બાલાજી ભારત દેશમાં જ સ્થાપિત રહેવા માંગે છે અને ભારતમાં જ તે પોતાનો વિકાસ કરવા માંગે છે કારણ કે બાલાજી માટે સૌપ્રથમ મહત્વ ભારત દેશનું છે.જયારે તેમને ત્રીજો પ્રશ્ન પુછવામાં આવ્યો કે, આવનારા સમયમાં બાલાજીની બ્રાન્ડ વેલ્યુ ૨૦,૦૦૦ કરોડની થશે ત્યારે આપનું શું માનવું છે. ત્યારે આ પ્રશ્નના ઉત્તરમાં તેઓએ જણાવ્યું હતું કે, હું ૨૦,૦૦૦ કરોડ નહીં પરંતુ હું ઈચ્છુ છું કે બાલાજીની બ્રાન્ડ વેલ્યુ ૫૦ હજાર કરોડ, ૬૦ હજાર કરોડ એમ ઉત્તરોત્તર વધતુ રહે અને તે માટે તમામ પ્રકારના પ્રયત્નો કંપની દ્વારા કરવામાં આવશે. કારણ કે, ભારત સહિત વિશ્વમાં બાલાજીની ચીજવસ્તુઓનું સપ્લાય એટલે કે વેંચાણ થતું જોવા મળે છે અને વિશ્વમાં અનેક સ્થળ, અનેક દેશોને બાલાજીની તમામ ચીજવસ્તુઓ ઉપર ખૂબજ ભરોસો છે. તે સંદર્ભે માલીક તરીકે મારી એટલી ઈચ્છા છે કે બાલાજીની બ્રાન્ડ વર્થ દિવસે ને દિવસે વધતી રહે.
અંતમાં જયારે તેઓને પુછવામાં આવ્યું કે, આપના દ્વારા એસ્ટ્રોન ચોકીથી જે વ્યાપાર શરૂ કરવામાં આવ્યો અને હાલ જે સ્થિતિ ઉપર બાલાજી વેફર્સ પહોંચ્યું છે ત્યારે આપને કવું લાગી રહ્યું છે. આ પ્રશ્નના જવાબમાં ચંદુભાઈ વિરાણી ભાવુકતાપૂર્વક જવાબ આપ્યો હતો કે, અત્યારે જે સ્થિતિ ઉપર બાલાજી વેફર્સે પહોંચ્યું છે ત્યારે તેનો પાયો એસ્ટ્રોન ટોકીઝ છે જે કદી અને કોઈ સમયે ભૂલી ના શકાય. ત્યારે કોઈપણ કંપનીનું એકસ્પેન્શન કે કંપનીમાં કોઈપણ પ્રકારની વૃદ્ધિ થતી હોય ત્યારે પહેલી પ્રાયોરીટી અને પહેલા ધ્યાનમાં એસ્ટ્રોન ટોકિઝથી શરૂ કરેલો ધંધો યાદ આવતો હોય છે.