- 12 કિલો દહીં, નુડલ્સ અને ચટણીના જથ્થાનો નાશ કરી મૈસૂર ઢોસાના મસાલાનો નમૂનો લેવાયો યુનિવર્સિટી રોડ પર અંશ દોશી ફાસ્ટ ફૂડમાં પણ પાંચ કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન શહેરના સાધુ વાસવાણી રોડ પર સન સિટીની સામે 4-નિલકલમ પાર્ક સ્થિત સ્વામી’ઝ રેસ્ટોરન્ટ અને કેટરર્સમાંથી આઠ કિલો દહીં અને ચાર કિલો નુડલ્સ-ચટણીનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા માટે તથા યોગ્ય સ્ટોરેજ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. સ્થળ પરથી મૈસૂર ઢોસાનો નમૂનો લેવામાં આવ્યો છે.
યુનિવર્સિટી રોડ પર મહાજનવાડી બિલ્ડીંગમાં આવેલા અંશ દોશી ફાસ્ટ ફૂડ પેઢીમાં તપાસ હાથ ધરાતા સ્થળ પર સંગ્રહ કરવામાં આવેલી વાસી બ્રેડ તથા એક્સપાયર થયેલો સોસનો પાંચ કિલોનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરી પેઢીને નોટિસ આપવામાં આવી હતી. રૈયા રોડ પર વેસ્ટ ગેઇટમાં ફર્સ્ટ ફ્લોર પર આવેલા બાલાજી થાળને પણ હાઇજેનીંક સ્થળ ક્ધડીશન જાળવી રાખવા માટે નોટિસ આપવામાં આવી છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના પેડક રોડથી પુનિતનગર, વાવડી અને 80 ફૂટ રોડ પર ખાણીપીણીનું વેંચાણ કરતા 39 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સ્વાદિષ્ટ દાળ-પકવાન, રામ ડેરી ફાર્મ, વિહોત ર્માં સોડા શોપ, બજંરગ કોલ્ડ્રિંક્સ, રાધે-ક્રિષ્ના ચાઇનીઝ-પંજાબી, જય ભગવાન ભૂંગળા-બટેટા, જય માતાજી છોલે-ભટૂરે, શ્રીજી એજન્સી, રૂપલ ફરસાણ, શ્રી દેવ પાણીપુરી, ભાગ્યલક્ષ્મી ફરસાણ, રાધે પાઉંભાજી એન્ડ ફાસ્ટ ફૂડ, બાલાજી ફૂડ ઝોન, નીબુ સોડા શોપ, મધુરમ પ્રોવિઝન સ્ટોર્સ અને મહાકાળી પાણીપુરીને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી.
જ્યારે જય સિયારામ ઘુઘરા, પટેલ વિજય ડેરી ફાર્મ, ન્યૂ ભારત સ્વીટ્સ માર્ટ, શ્રીનાથજી ફરસાણ, જલારામ સ્વીટ્સ, જય ભેરૂનાથ નમકીન, મહારાજ ગાંઠીયા, લક્ઝરી કોલ્ડ્રિંક્સ, ડાયમંડ શીંગ, વિજય સ્વીટ્સ માર્ટ, મયુર ભજીયા, રાધેશ્યામ ડેરી ફાર્મ, શિવશક્તિ ઇન્દોરી પૌવા, સત્ સાહેબ દાળ-પકવાન, ચીલ્ડ હાઉસ, દેવમ ખમણ, બ્રાહ્મણી ડેરી, દ્વારકેશ ડેરી, શિવ મેડીકેર, મહાવીર કોલ્ડ્રિંક્સ, આશાપુરા ફરસાણ, શિવશક્તિ સુપર સ્ટોર, પટેલ પ્રોવિઝન સ્ટોર, ધ સોડા પફમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.