વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સારુ પ્રદર્શન કરી શકે તે માટે દિવ્ય રક્ષા કવચ, સરસ્વતી પુજન તથા મહાપુજાનું ભવ્ય આયોજન
બાલાજી હનુમાનજી મંદિર કરણસિંહજી હાઈસ્કુલ, ભુપેન્દ્ર રોડ, રાજકોટમાં રવિવારે બપોરના ૩:૩૦ થી ૬:૩૦ ધો.૧૦ તેમજ ૧૨ની પરીક્ષા આપના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે બાલાજી દાદાની પૂર્ણ કૃપાથી બાલાજી મહારાજના સાનિઘ્યમાં વિદ્યાર્થી સારા માર્કસ મેળવી સફળતા મેળવે તેવી શુભ ભાવના સાથે દિવ્ય રક્ષા કવચ, સરસ્વતી પુજન તથા મહાપુજાનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ બાલાજી હનુમાનજી મંદિરે, મંદિરના મહંત સ્વામી વંદનિય વિવેકસાગરદાસજીના પ્રમુખ સ્થાને અને સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટના વિદ્ધવાન અને યુવાન મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામીના અતિથી વિશેષપદે રાખવામાં આવેલ છે.
ધો.૧૦ અને ૧૨માં અભ્યાસ કરતા ભાઈ-બહેનોને જણાવવાનું કે આપનું નામ બાલાજી હનુમાનજીના મેનેજર નિતીનભાઈ ચોટલીયા અથવા સેવક ચંદુભાઈને અવશ્ય લખાવી દેવું અને તા.૨૪/૨/૨૦૧૯ને રવિવારના રોજ બપોરના ૩:૩૦ થી ૬:૩૦ ધાર્મિક કાર્યક્રમમાં અવશ્ય હાજર રહેવું. દિવ્ય રક્ષા કવચ, સરસ્વતી પુજન અને સામુહિક મહાપુજામાં પધારી બાલાજી દાદાના આશીર્વાદ મેળવી જીવન ધન્ય બનાવો. દરેક વિદ્યાર્થી મિત્રોને દિવ્યરક્ષા કવચ નિ:શુલ્ક આપવામાં આવશે.
મહંત સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી તથા કોઠારી મુનિવત્સલદાસજી સ્વામી, બાલાજી હનુમાનજી મંદિર રાજકોટ ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થી મિત્રોને આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા અનુરોધ કરેલ છે. આ સભામાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, પુજારી ભકતવત્સલ સ્વામી, ભંડારી આત્મજીવન સ્વામી, પાર્ષદવર્ય કાંતિ ભગત વિગેરે પધારી દર્શન પ્રવચન અને આશીર્વાદનો અલભ્ય લાભ આપશે. બાલાજી દાદાની પ્રસાદીરૂપે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવેલ છે.