૧૦ થી ૧૭ વર્ષના બાળકો માટે નિરંતર ટકાઉ જીવન નિર્વાહ વિષય પર પ્રોજેકટ
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર તથા બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ દ્વારા રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ ૨૦૨૦નું આયોજન કરવામાં આવેલ છે.
ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાયલ અંતર્ગત સમગ્ર ભારતમાં છેલ્લા ૨૭ વર્ષથી આ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. આ વર્ષે પણ આ પ્રોજેક્ટ થીમ બેઇઝ હોવાથી આ વર્ષની મુખ્ય થીમ “નિરંતર ટકાઉ જીવનનિર્વાહ માટે વિજ્ઞાન રાખવામાં આવેલ છે. આ પ્રોજેક્ટમાં બાળકો વધુ ને વધુ ભાગ લે તેવા હેતુથી અને કોવિડ-૧૯માં બાળકોને વિજ્ઞાન વિષેની વિશેષ માહિતી એકઠી કરી પોતાની આસપાસમાં ઉદ્દભવતી સમસ્યાઓનું જ્ઞાન મેળવે અને રૂઢીગત જ્ઞાનતંત્ર સુધારવા માટેનો છે. આ પ્રોજેક્ટ શિક્ષક તથા વાલીઓ પણ ગાઈડ કરી શકે છે. જેમાં બાળકોની ઉંમર ૧૦ થી ૧૭ વર્ષ હોઈ તે આ પ્રોજેક્ટમાં જોડાઈ શકે છે.
આ સ્પર્ધા ડિસેમ્બરમાં ઓનલાઇન માધ્યમથી જિલ્લામાં યોજાશે. આ સ્પર્ધા ત્રણ તબક્કામાં યોજાશે. આ પ્રોજેક્ટનું મહત્વ સમજી આપના બાળકો, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સારા ભવિષ્ય તરફ લઈ જવાના હેતુથી સરકાર દ્વારા આ પ્રોજેક્ટ મુકવામાં આવેલ છે. તેમ લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢની યાદીમાં જણાવ્યું છે. વધુ માહિતી માટે બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, વંથલી રોડ, બીલનાથ મંદિર પાસે જૂનાગઢનો સંપર્ક કરવા જણાવાયું છે.