જીટીયુ પદવીદાન સમારોહમાં 148 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 48 હજાર 882 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવી: કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા
અમદાવાદના સાયન્સ સિટી ખાતે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીનો 12મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં 148 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 48 હજાર 882 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. આ સાથે સ્ટાર્ટઅપ માટે સ્પેશિયલ એક વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ એનાયત કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સાયન્સ સિટી ખાતે ૠઝઞનો 12મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 148 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 48 હજાર 882 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટાર્ટઅપ માટે સ્પેશિયલ એક વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ એનાયત કરાયું હતું. આ કાર્યક્રમમાં આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને ખાસ સંબોધન કર્યું હતું. તેમણે બાળકોના પાયાને મજબૂત બનાવાવ લેવાયેલા નિર્ણયને વિદ્યાર્થી સમક્ષ મુક્યો હતો.
આ સાથે બજેટમાં યુવાનો માટે રોજગારી માટેના સાધનો ક્યાં ક્યાં છે તેના વિશે જાણકારી આપી હતી. પદવીદાન સમારોહમાં આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે પ્રિ-પ્રાયમરી શાળાઓને લઈ તેમણે જણાવ્યું હતું કે, બાળકના 6 વર્ષથી એકપણ દિવસ ઓછો હશે તો શાળામાં પ્રવેશ આપવામાં નહીં આવે. 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાળ વાટિકાનું આયોજ કરાયું છે. 6 વર્ષ સુધી બાળકોની બુધ્ધિનો સૌથી સારો વિકાસ થાય છે. બાળકો 6 વર્ષ પહેલા જ્ઞાન સાથે ગમ્મત કરતા થાય એ માટે બાળ વાટિકા મદદરૂપ થશે.