સંપ્રદાયના વડિલ ગુરૂભગવંતો તથા પૂજય મહાસતીજીઓ દ્વારા શ્રદ્ધાંજલિ સંદેશ
ગોંડલ સંપ્રદાયના પૂ. પ્રાણ પિરવારના તપસ્વીની પૂ. વનિતાબાઈ મહાસતીજી આદી ઠાણાના સાનિધ્યમાં શ્રી ઉવ્વસગહરં સાધના ભવન જૈન સંઘમાં ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂ. ગુરુદેવ રતિલાલજી મ઼સા. ના સુશિષ્યા તથા ધ્યાન સાધક પૂ. ગુરુદેવ હસમુખમુનિ મ઼સા.ના આજ્ઞાનુવર્તિ મુક્ત-લીલમ ભારતીબાઈ મહાસતીજીના સુશિષ્યા બાલ બ્રહ્મચારી પૂ. સાક્ષીબાઈ મહાસતીજી ની ગુણાનુવાદ ધર્મસભા રાખવામાં આવેલ હતી. પૂ. જશ-ઉતમ-પ્રાણ તથા સંઘાણી પિરવારના પૂ. મહાસતીજીઓ ઉપસ્થિત રહી પૂ. સાક્ષીબાઈ મહાસતીજીનો ગુણાનુવાદ કરેલ હતો. સાધ્વીરત્ના પૂ. કૃપાબાઈ મ઼ તેમજ પૂ. જશ તથા ઉતમ પિરવાર વતિ તપસ્વીરત્ના પૂ. પદમાબાઈ મ઼એ સાધ્વીરત્ના પૂ. સાક્ષ્ાીબાઈ મ઼ને બન્ને પિરવાર વતિ ભાવાંજલિ અર્પણ કરેલ હતી.
શ્રી રેસકોર્ષપાર્કમાં બિરાજમાન મધુરવ્યાખ્યાની પૂ. રૂપાબાઈ મ઼એ ગુણાનુંવાદ કરતા પૂ. સાક્ષ્ાીબાઈ મ઼ના જીવન પરીચય રજુ કરી અને દિવ્ય આત્માને પોતાના લક્ષા પુરૂ કરવાની અભ્યર્થના વ્યક્ત કરેલ હતી. સાધના ભવનમાં બિરાજમાન વડિલ ઉગ્ર તપસ્વીની પૂ. વનિતાબાઈ મ઼એ વિશેષ પિરચય આપી તેમના ગુણોની ગુણાંજલી પાઠવેલ હતી. પૂ. સાક્ષીબાઈ મ઼ સાથે અનકાઈમાં સાથે ચાતુર્માસ કરનાર સદાનંદી પૂ. સુમતિબાઈ મ઼ના સુશિષ્યા ડો. પૂ. અમિતાબાઈ મ઼એ ચાતુર્માસના સંભારણા સ્મૃતિપટ પર લાવેલ હતા અને તેમના દીક્ષાના અવસરની યાદ કરાવેલ હતી.
સાધના ભવન ઉપાશ્રયના સંઘપ્રમુખ જીમીભાઈ શાહએ ગુણાનુવાદ સભાની વ્યવસ્થા માટે જહેમત ઉઠાવેલ હતી. ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ઼સા. એવમ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી નમ્રમુનિ મ઼સા. પ્રેરીત આ ગુણાનુવાદ સભામાં પ્રતાપભાઈ વોરા, અલ્પેશભાઈ મોદી, મધુભાઈ શાહ સહિત વિ. અનેક ભાવુકો ઉપસ્થિત રહેલ હતા. સંપ્રદાયના વડિલ ગુરુ ભગવંતો તથા વડિલ પૂ. મહાસતીજીઓના શ્રધ્ધાંજલીના સંદેશાઓ આવેલ હતા તથા સંઘોના પણ ભાવાંજલીના સંદેશાઓ આવેલ હતા.