ચાઇના પરની નિર્ભરતા ઘટતા અને સ્થાનિક માંગમાં વધારો જોવા મળતા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ પુરપાટ દોડતો થયો !!!
દેશનો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ પૂરપાઠ આગળ વધી રહ્યો છે ત્યારે એક સર્વેમાં એ વાત સામે આવી કે આગામી વર્ષ 2025 સુધીમાં આ ઉદ્યોગ 1.48 લાખ કરોડએ પહોંચશે. વધુને વધુ સરકાર આ ઉપયોગને પ્રોત્સાહિત કરે તે માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ ની અમલવારી થવી ખૂબ જ જરૂરી છે હાલ ભારતનું એપ્લાયન્સ અને ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક માર્કેટ આગામી ત્રણ વર્ષમાં ડબલ આંકડામાં પહોંચી જશે જેની પાછળનું સૌથી મોટું કારણ સ્થાનિક માંગમાં વધારો હોવાનું છે. એટલું જ નહીં અત્યાર સુધી ચાઇના પર ભારત દેશે વધુને વધુ નિર્ભર રહેવું પડતું હતું અને ચાઇનાથી દરેક વસ્તુઓની આયાત કરવામાં આવતી હતી પરંતુ સાચી હકીકત એ છે કે હવે સરકાર દ્વારા જે યોજનાઓ બનાવવામાં આવી રહી છે તેનાથી આ ઉદ્યોગને વેગ મળ્યો છે.
ઇલેક્ટ્રોનિક બજાર સ્થિર થતા ની સાથે જ વિદેશી હૂંડિયામણ આવવાની સંખ્યામાં પણ ઘણો વધારો નોંધાયો છે અને વર્ષ 2021 માં આ ઉદ્યોગમાં 198 મિલિયન ડોલરનું આવ્યું હતું જે 2022 માં 481 મિલિયન ડોલરે પહોંચ્યું છે જે ભારતની શાખ દરસાવે છે. સરકારે આ ઉદ્યોગમાં પીએલઆઈ સ્કીમને વધુ મજબૂત બનાવી છે. પી એલ આઈ સ્કીમ હેઠળ અન્ય ચીજ વસ્તુઓને લાભ મળે તે માટે પણ અનેક યોજનાઓ બનાવવામાં આવી રહી છે સરકારનો મુખ્ય હેતુ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં એ જ છે કે વિદેશી ચીજ વસ્તુઓની આયાત ઉપરનો ભારણ ઘટે અને મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટને પ્રાધાન્ય આપે.
ભારતની ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી 75 લાખ કરોડ એ પહોંચી છે જે હવે આગામી ત્રણ વર્ષમાં 1.48 લાખ કરોડ પહોંચશે તેવી શક્યતા સેવાય છે. હાલ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં ઘણા ઉતાર ચડાવ આવી રહ્યા છે પરંતુ આવનારા સમયમાં હજુ પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળશે જે ખરા અર્થમાં ભારતના ઇલેક્ટ્રોનિક ઉપયોગને વેગવંતુ બનાવશે. ભારત હાલ નવી ટેકનોલોજીને અપનાવી રહ્યું છે. ઉદ્યોગોનો માનવું છે કે હાલ જીએસટી ના જે દર ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ ઉપર જોવા મળી રહ્યું છે તેમાં હજુ યોગ્ય નિર્ણય લેવામાં આવે જો એ શક્ય બનશે તો ઘણા ફાયદા આ ઉદ્યોગને થતા જોવા મળશે.