આ પૂર્વે, દંગલ, સિક્રેટ સુપર સ્ટાર અને થ્રી ઈડીયટસ ફિલ્મે પણ ચીની દર્શકોનાં દિલ જીત્યા
ભારતમાં સુપરહિટ થયેલી ફિલ્મ બજરંગી ભાયજાન હવે ચીનમાં રીલીઝ થઈ છે. ચીનમાં આ ફિલ્મ ‘લિટિલ લોલિતા મંકી ગોડ અંકલ’ના નામથી આ ફિલ્મ રીલીઝ થઈ છે. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ચીની દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે પહેલા જ દિવસે ૧૬ કરોડ ૨૯ લાખ ૯૨ હજારની કમાણી કરાવી હતી. તેથી બોકસઓફીસ પર સલમાનની બજરંગી ભાયજાન ફિલ્મ સૌથી વધુ નફો રળનારી ફિલ્મ બની ગઈ છે.ફિલ્મમાં સલમાન ખાનની સાથે હર્ષાલી મલ્હોત્રા પણ મહત્વની ભૂમીકામાં છે.
ચીનમાં ૮૦૦૦ સ્ક્રીન પર બજરંગી ભાયજાન રિલીઝ થઈ છે.કબીર ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે ભારતમાં ૩૨૦,૩૪ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ પૂર્વ આ ફિલ્મ પાકિસ્તાનમાં પણ હિટ રહી હતી. ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની બજરંગી ભાયજાન પહેલા આમીર ખાનની દંગલ પણ ચીનમાં રીલીઝ થઈ હતી.
આ બંને ફિલ્મોની સાથે સાથે બોલીવુડની સિક્રેટ સુપર સ્ટાર અને ૩ ઈડીયટસે પણ ચીની દર્શકોનાં દિલ જીતી લીધા હતા જોકે હજુ તો ફિલ્મ રિલીઝ જ થઈ છે. પરંતુ આગામી સમયમાં ચીની બોકસ ઓફીસ પર બજરંગી ભાયજાન કેટલી છવાશે એ તો આવનારો સમય જ નકકી કરશે.