આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
ગશેડીયા કુવા રોડ પર પંચમુખી હનુમાનજીની ડેરીના સાનિઘ્યમાં બજરંગ ગ્રુપ દ્વારા છેલ્લા અગિયાર માસથી અવિસ્તપણે દર રવિવારે બપોરના ૪ થી ૭ દરમ્યાન નિ:શુલ્ક વેવિશાળ કેન્દ્ર ચલાવવામાં આવે છે. આ કેન્દ્રનો સેંકડો લોકો લાભ લઇ રહેલ છે અને ઘણા બધા ઉમેદવારોના વેવિશાળ સંબંધ બંધાવામાં આ ગ્રુપ નિમિત બનેલ છે. લોહાણા સમાજને ગ્રુપની અપીલ છે કે દર રવિવારે ઉમેદવારની એક બાયોડેટા અને બે પાસપોર્ટ ફોટા સાથે ઉ૫રોકત સ્થળ અને સમયે હાજર થઇ આ સેવાયજ્ઞમાં સામેલ થાવ.
આ કેન્દ્રમાં રઘુવંશી સમાજના અનુભવી શ્રેષ્ઠીઓ કિશોરભાઇ કારીયા, હસુભાઇ ગણાત્રા, પંકજભાઇ ચગ, ધર્મેશભાઇ નંદાણી, મનુભાઇ ખંધેડીયા, પરેશભાઇ કકકડ, ચંદ્રેશભાઇ ગણાત્રા, પંકજભાઇ (બાબુભાઇ) કારીયા, બટુકભાઇ રાચ્છ, કોટક હિમાશુભાઇ, કનૈયાલાલ રાજાવીર વગેરે મહાનુભાવો સેવા આપી રહ્યા છે. દાદા-દાદી અને સીનીયર સીટીઝનનો માટે પણ ગ્રુપ દ્વારા એક વિશેષ દ્વાર ખુલ્લુ મુકવામાં આવે છે. આ તકે શારીરિક રીતે ખોડ ખાંપણવાળા ઉમેદવારોનેપણ સાંસરીક જીવન જીવવાનો અધિકાર ગણી, તેમની પાસેથી પણ બાયોડેટાની અપેક્ષા રાખેલ છે.
બજરંગ ગ્રુપ માત્ર ને માત્ર સેવાના સ્થંભ ઉપર ઉભેલ છે. આ સેવા તદ્દન નિ:શુલ્ક છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વેવિશાળ કેન્દ્રનો વધુમાં વધુ લોકોને લાભ લે અગ્રણીઓએ ‘અબતક’ના માઘ્યમથી અપીલ કરી છે.