- અબતકની મુલાકાતમાં બજરંગ દળ તથા વિશ્ર્વ હિંદુ પરિષદના સભ્યોએ કાર્યક્રમની આપી વિગતો
ગોંડલમાં સતત 1પ વર્ષથી ગોંડલમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે વિરાટ શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. શોભાયાત્રા ના રૂટ પર વિવિધ સંસ્થાઓ અને મિત્ર મંડળ દ્વારા ઠંડા પીણાથી સ્વાગત કરાશે તથા પર્યાવરણ બચાવો અને મતદાન જાગૃતિ ફલોટ, 1ર00 જેટલા મોટર સાયકલ, કાર, ડી.જે., ઢોલ નગારા સંગ વિશાળ શોભાયાત્રા નિકળશે. 4000 થી વધુ લોકો એક સાથે મહાપ્રસાદ લેશે.
ગોંડલમાં હનુમાન જયંતિ પ્રસંગે સામાજીક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ ફલોટસ અને બાઇક રેલીની મોટી સંખ્યામાં શોભાયાત્રા સવારના 9 કલાકે શહેરના ગુંદલા રોડ ફાટક પાસેથી પ્રસ્થાન કરી શહેરના બસ સ્ટેન્ડ રોડ, જેલચોક, ચોરડી દરવાજા, નાની બજાર, આંબેડકર ચોકથી ત્રિકોશી હનુમાન મંદિર ખાતે પૂર્ણ થશે. જયાં બપોરે 1ર વાગ્યે મહાઆરતી અને સમુહ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
ગોંડલ રામજી મંદિરના મહંત જયરામદાસ બાપુ, ચંદુબાપુ (મામાદેવ મંદિર ગોંડલ, સીતારામ બાપુ (વડવાળાની જગ્યા ગોંડલ, રાજુબાપુ (તરકોશી હનુમાનજી મંદિર ગોંડલ), ડો. રવિદર્શનજી મહારાજ (ભુવનેશ્ર્વરી મંદિર ગોંડલ), અતુલ બાપુ (નૃસિંહ મંદિર ગોંડલ), સરજુ સ્વામી (સ્વામીનારાયણ મંદિર નાની બજાર, ગોંડલ), ચંદુબાપુ (અન્નક્ષેત્ર વાળા ગોંડલ), શ્રી હરિ સ્વામી (કષ્ટભંજન મંદિર ભોજપરા હાઇવે), ચંદુભાઇ પટેલ (ગાયત્રી પરિવાર ગોંડલ), શામળદાસજી બાપુ (દાસીજીવણ સાહેબ ગોંડલ), રામદાસ બાપુ (લાલદાસબાપુ અન્નક્ષેત્ર ગોંડલ), રમેશાનંદગીરી બાપુ ખેતરવાળા મેલડી માતાજી ગોંડલ
તથા બાલકદાસ બાપુ (ભુવાવાળા ચોરો ગોંડલ) વગેરે સંતો મહંતો ઉ5સ્થિત રહેશે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, રમેશભાઇ ધડુક (સાંસદ, પોરબંદર), ગીતાબા જાડેજા (ધારાસભ્ય ગોંડલ), જયરાજસિંહ જાડેજા (પૂર્વ ધારાસભ્ય), જયોતિરાદિત્યસિંહ જાડેજા (અગણી 73 વિધાનસભા), ભુપતભાઇ ડાભી (સ્થાપક, માંધાતા ગ્રુપ), મનીષભાઇ ચનીયાર (પ્રમુખ ગોંડલ નગરપાલિકા), ગોપાલભાઇ ભુવા (ચેરમેન, એશિયાટીક કોલેજ) અલ્પેશભાઇ ઢોલરીયા (ચેરમેન એપીએમસી), લક્ષ્મણભાઇ પટેલ (અગ્રણી ઉઘોગપતિ ગોંડલ), અશોકભાઇ પીપળીયા (ચેરમેન નાગરીક બેંક), ગીરધરભાઇ રૈયાણી (રાજ ઇન્ડસ્ટ્રી ગોંડલ), પ્રફુલભાઇ ટોલીયા (ડિરેકટર એપિએમસી), રસિકભાઇ મારકણા (પ્રમુખ લેઉઆ પટેલ સમાજ), ગોપાલભાઇ ટોળીયા (પ્રમુખ, હિંદુ ઉત્સવ સમીતી), મનસુખભાઇ ગજેરા (વિજય મમરા ગોંડલ) ધર્મેન્દ્રસિંહ જાડેજા, વા. ચેરમેન એપીએમસી, જયદિપસિંહ જાડેજા ભાજપ અગ્રણી વગેરે આગેવાનો ઉ5સ્થીત રહેશે.
આ પ્રસંગે ને સફળ બનાવવા માટે વિશ્ર્વહિંદુ પરિષદ બજરંગ દળના હોદેદારો ધર્મેન્દ્રભાઇ રાજાણી, જીલ્લા અઘ્યક્ષ વીએચપી, હિરેનભાઇ ડાભી (જીલ્લા અઘ્યક્ષ બજરંગ દળ, પ્રતિકભાઇ રાઠોડ, , યોગેન્દ્રભાઇ જોશી, વૈશાલીબેન નિર્મલ,, ડો. નિર્મણસિંહ ઝાલા, મહેશભાઇ ગોહેલ, ભુપતભાઇ ચાવડા, જીતુભાઇ આચાર્ય, ગોપાલભાઇ ભુવા, પીન્ટુભાઇ ભોજાણી, હરેશભાઇ સોજીત્રા અને અનિલભાઇ ગજેરા સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
અબતક ની મુલાકાત દરમ્યાન હિરેનભાઇ ડાભી, ધમેન્દ્રભાઇ રાજાણી, મહેશભાઇ ગોહેલ, વિનોદભાઇ નાગાણી, હિતેશભાઇ શીંગાળા, સાગરભાઇ કાચા, મુકેશભાઇ ભાલાણા, મૌલિકભાઇ ચાવડા, રશ્મિનભાઇ અગ્રાવત, વિપુલભાઇ જાદવ, પરેશભાઇ ઢોલરીયા તથા રાજેશભાઇ પરમારે સમગ્ર કાર્યક્રમની વિગત આપી હતી.