રણવીર અને દિપીકાના લગ્નમાં બસ હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે આવતા અઠવાડીયામાં બંને લગ્ન સબંધમાં બંધાશે. થોડા દિવસો પહેલા જ દિપીકા અને રણવીરએ સોશિયલ મીડિયા પર પોતાના લગ્ન વિષે બધાને સમાચાર આપ્યા હતા. ૧૪ મી અને ૧૫ મી નવેમ્બર ૨૦૧૮ ના રોજ તેમના લગ્નની તારીખ નક્કી થયેલ છે.તેઓ પોતાના લગ્ન ઈટાલીમાં રાખેલ છે. તેઓ બંને ઈટાલી જવા ગઈકાલ રાતે જ નીકળ્યા છે.
ગઈકાલ રાતે જ દિપીકાઅને રણવીર તેમના પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
તેમના ફેંસએ તેમણે એરપોર્ટ પર લગ્નની શુભકામના આપી તેવા સમયે દિપીકા અને રણવીરના ચહેરા પર ખુશીનો કઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો