World First CNG Bike : વિશ્વની પ્રથમ સીએનજી બાઇક બજાજ ફ્રીડમ 125ની બહુપ્રતિક્ષિત છે. તે પેટ્રોલ અને CNG બંને વિકલ્પો પર ચાલે છે. કંપનીના દાવા પ્રમાણે, કંપનીએ તેના માટે 11 અલગ-અલગ ટેસ્ટ કરાવ્યા છે.
વિશ્વની પ્રથમ CNG બાઈક બજાજ ફ્રીડમ 125 આખરે લોન્ચ થઈ ગઈ છે. આ બાઈક પેટ્રોલ અને CNG બંને ઈંધણ પર ચાલશે. ભારતીય મોટરસાઇકલ કંપની બજાજે આ ચમત્કાર સર્જ્યો છે. બજાજે એ કર્યું છે જે અત્યાર સુધી દુનિયાની અન્ય કોઈ કંપનીએ નથી કર્યું. આ ઐતિહાસિક ટુ-વ્હીલરના લોન્ચિંગ સમયે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા હતા. તેણે કહ્યું કે આ બાઇક ગેમ ચેન્જર હશે. આકર્ષક દેખાવ, સ્પોર્ટી ડિઝાઈન કોઈપણને તરત જ તેના પ્રેમમાં પાડી દેશે. આ બાઇકની શરૂઆતી કિંમત 95,000 રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
દુનિયાની પ્રથમ CNG બાઇકમાં શું છે ખાસ
બજાજ ઓટોએ આ બાઇકને કોમ્યુટર સેગમેન્ટમાં લોન્ચ કરી છે. ટીમે આ બાઇકના લુક અને ડિઝાઇન પર ઘણી મહેનત કરી છે. પહેલી નજરે તમને આશ્ચર્ય થશે કે સીએનજી સિલિન્ડર ક્યાં છે? જ્યારે તમે આ બાઇકને જોશો, ત્યારે તમે અંદાજ નહીં લગાવો કે કંપનીએ CNG સિલિન્ડર ક્યાં મૂક્યું છે, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ આ અત્યંત ડિઝાઇનની પ્રશંસા કરી.
સીએનજી સિલિન્ડર ક્યાં છે?
બજાજ ઓટોએ આ વાતનો ખુલાસો કર્યો છે. કંપનીના દાવા મુજબ આ બાઇકમાં સૌથી લાંબી સીટ (785MM) છે. આગળની ઇંધણ ટાંકી તેમાં બરાબર ફિટ થઈ જાય છે. સીએનજી ટાંકી આ સીટની નીચે છે. જેમાં સીએનજીને લીલા કલરમાં અને પેટ્રોલને ઓરેન્જ કલરમાં દર્શાવી શકાય છે. આ બાઇકમાં મજબૂત ટ્રેલીસ ફ્રેમ છે. તેથી આ બાઇક વજનમાં હલકી અને મજબૂત બની છે. કંપનીના દાવા મુજબ, બાઇકે બજારના ધોરણો અનુસાર 11 વિવિધ પરીક્ષણો પાસ કર્યા છે. આ બાઇક સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
📍 𝐏𝐮𝐧𝐞
𝙇𝙖𝙪𝙣𝙘𝙝𝙚𝙙 𝙩𝙝𝙚 𝙒𝙤𝙧𝙡𝙙’𝙨 🌏 𝙁𝙞𝙧𝙨𝙩 𝘾𝙉𝙂 𝙈𝙤𝙩𝙤𝙧𝙘𝙮𝙘𝙡𝙚 🏍 𝙗𝙮 𝘽𝙖𝙟𝙖𝙟 𝘼𝙪𝙩𝙤 𝙞𝙣 𝐏𝐮𝐧𝐞 𝙩𝙤𝙙𝙖𝙮.
This groundbreaking innovation promises significant savings in operating costs and pollution reduction. With this eco-friendly… pic.twitter.com/TLyiLP38At
— Nitin Gadkari (@nitin_gadkari) July 5, 2024
અન્ય શું લક્ષણો
બજાજ ફ્રીડમ 125, વિશ્વની પ્રથમ CNG બાઇકમાં કંપનીએ 125 સીસીનું પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ એન્જિન બાઇક 9.5PS પાવર અને 9.7Nm ટોર્ક જનરેટ કરે છે. જેમાં કંપનીએ 2 લીટરની પેટ્રોલ ફ્યુઅલ ટેન્ક અને 2 કિલોની સીએનજી ટેન્ક આપી છે. કંપનીના દાવા મુજબ, આ બાઇક સંપૂર્ણ ટાંકી (પેટ્રોલ+CNG) પર 300 કિમી સુધીનું અંતર કાપે છે.
આ બાઇક ત્રણ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. બજાજ ફ્રીડમ 125 બાઇક ડિસ્ક બ્રેક અને ડ્રમ બ્રેક એમ બે બ્રેકિંગ સિસ્ટમ સાથે આવે છે. આ બાઇક કુલ 7 રંગોમાં આવશે. જેમાં કેરેબિયન બ્લુ, એબોની બ્લેક ગ્રે, પ્યુટર ગ્રે બ્લેક, રેઝિન રેડ, સાયબર વ્હાઇટ, પ્યુટર ગ્રે યલો, એબોની બ્લેક રેડનો સમાવેશ થાય છે.