એક પખવાડિયા પૂર્વે જૂની કલેક્ટર કચેરી નજીક સાત કિલો ગાંજા સાથે પક્ડાયા હતા
૭ કિલો ગાંજા સાથે પકડાયેલ યુવક યુવતિની જામીન અરજી રક અદાલતે કરી છે.જુની કલેક્ટર કચેરી રૂખડીયા તરફ જતા આવેલા મામા સાહેબ મંદિર પાસે જાહેર રોડ ઉપર જતા એક યુવક યુવતિને પોલીસે અટકાવી તેના થેલાની તલાશી લેતા ૭ કિલોથી વધુ ગાંજો મળી આવતા ગુન્હામાં પોલીસે આરોપી ઈમ્તહાઝ ઉર્ફે ઇનિયો ગુલાબભાઈ સેલતની ધરપકડ કરી જેલ હવાલે થયેલ બને આરોપીઓએ સેસ. કોર્ટમાં જામીન ઉપર છુટવા અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ મુકેસભાઈ પીપળીયા હાજર થયેલ અને જામીન અરજીનો વિરોધ કરતા જણાવેલ હતું કે આરોપી સામે સમાજ વિરોધી ગુન્હો છે. નશીલા પદાર્થોનું વેચાણ કરી યુવાધનને નશાયુક્ત કરી નાખે છે જેના કારણે અને કુંટુંબો બરબાદ થઈ જાય છએ તેથી આવા ગુન્હાના આરોપીઓની જામીન અરજી રદ કરવી જોઈએ સરકાર પક્ષની દલીલને ધ્યાને લઈ સેસન્સ જજ યુટી દેસાઈએ બને આરોપીઓની જામીન અરજી રદ કરી છે.