અદાલતે આ2ોપીને જામીન 52 છોડયેથી ભૃણ પ2ીક્ષણ અને ભૃણ હત્યા વધુ કિસ્સાઓ બનવાની શકયતા વ્યકત કરી

રાજકોટ રણછોડનગર સોસાયટીમાં ભૃણ પ2ીક્ષણના ગુન્હામાં પકડાયેલી મહિલા બીના ડેડા સહિત બે શખ્સની ચાર્જશીટ બાદ ની જામીન અરજી સેશન્સ અદાલતે ફગાવી દીધી હતી.

આ કેસની ટૂંકમાં વિગત મુજબ   રણછોડનગર શેરી નં. 4માં મકાનમાં ભૃણ પરીક્ષણ અને સ્ત્રી ભૃણની હત્યાની મળેલ બાતમીના આધારે  મહિલા પોલીસ કોન્સ્ટેબલને ડમી તરીકે મોકલી છટકું ગોઠવી ક્રાઈમ બ્રાન્ચે. મહાપાલિકાના આરોગ્ય અધિકારી ને સાથે રાખી  રેઈડ કરીને વાયરલેસ સોનોગ્રાફી મશીનથી ભૃણ પ2ીક્ષણ કરતી સ્ત્રી બીનાબેન હીરેનભાઈ ડેડા અને ઉના પંથકનો શખસ નયન માધાભાઈ ગીરનારાને ગેરકાનુની ભૃણ પરીક્ષણ કરવાના ગુન્હા સબબ પકડી લઈ ગન્હો નોંધી ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી બાદ કોર્ટના હુકમથી જેલ હવાલે કરાયા હતા. જેમાં મહિલા બીના ઉર્ફે મી2ા હિરેનભાઈ  ડેડા અને ઊનાના નયન માધાભાઈ ગીરનારાએ ચાર્જશીટ બાદ  જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં અરજી  કરી હતી.

જામીન અરજીની સુનવણી દરમ્યાન સરકાર તરફે  સરકારી વકીલ  રજૂઆત કરતા જણાવેલ હતું કે કેન્દ્ર સરકારે વર્ષ-1994માં પી.એન.ડી.ટી. એકટ (પ્રિનેટલ ડાયગ્નોસ્ટીક ટેસ્ટ એકટ) ઘડેલ છે ત્યારે સગર્ભા સ્ત્રીનું ભૃણ સ્ત્રી જાતિનું છે તેમ સોનોગ્રાફી મશીનથી જાણી લઈ આવા ભૃણનું ગર્ભપાત કરાવી નાખવામાં આવતું હતું. આ કારણે 1000 પુરૂષ બાળકોના જન્મની સામે 900થી પણ ઓછા સ્ત્રી બાળકોના જન્મ થતા હતા. આમ સ્ત્રી અને પુરૂષ બાળકો વચ્ચે અનુપાત ચિંતાજનક રીતે ઘટી ગયેલ હતો. આ અનુપાતના વધતા સ્તરની બદીને નાથવા માટે કેન્દ્ર સરકારે જયારે કાયદો બનાવી સોનોગ્રાફી મશીનના ઉત્પાદન અને ઉપયોગને સખત નિયંત્રણમાં રાખવા માટે અતિશય જટીલ નિયમો બનાવેલ છે ત્યારે આ કેસના આરોપી સ્ત્રી જાતિના હોવા છતા ગેરકાનુની રીતે સોનોગ્રાફી મશીનોથી સ્ત્રી-ભૃણની હત્યા કરાવવાની અનૈતિક સવલત પુરી પાડે છે.

વિશેષમાં સામાન્ય સ્ત્રીભૃણ હત્યા માટે કોઈપણ સગર્ભા ખુશી હોતી નથી, પરંતુ  સગર્ભા સ્ત્રી ઉપર પતિ તથા સાસરીયાઓનું પુરુષ બાળક માટે દબાણ હોય છે. ત્યારે સોનોગ્રાફી મશીનથી ભૃણની જાતિ સ્ત્રીની હોવાનું જણાવી જયારે આરોપી જેવા ઈસમો સગર્ભા સ્ત્રીની ઈચ્છા વિરૂધ્ધ તેના ભૃણની હત્યા કરી આપતા હોય ત્યારે આવા કૃત્યો ભારતીય દંડ સંહિતાની કલમ-302 મુજબના ખુનના ગુન્હા સમાન છે. તેમજ આ કેસમાં આરોપીઓ કોઈપણ પ્રકારના તબીબ ન હોવા છતા ગે2કાનુની રીતે સોનોગ્રાફી મશીન મેળવી સ્ત્રીભૃણની હત્યા કરી આપે ત્યારે આવા આરોપીઓને જામીન ઉપર છોડવાથી અન્ય ઘણી સગર્ભા સ્ત્રીઓના ભૃણની હત્યા થવાની શકયતાઓ રહે છે.

આ તમામ 2જુઆતોને ધ્યાનમાં લઈ  અધિક સેશન્સ જજ એ. વી. હિ2પરાએ   મહિલા આરોપી બીના ઉર્ફે મી2ા હિરેનભાઈ  ડેડા અને ઊનાના નયન માધાભાઈ ગીરનારા રેગ્યુલર જામીન અરજી  રદ કરી છે. સદરહુ કામે ફરીયાદી સ2કા2 ત2ફે એ.જી.પી. અનીલભાઈ ગોગીયા અને મુળ ફરીયાદી રાજકોટ મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ ત2ફે ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોડલીયા, , હિરેન ડી. લિંબડ, મોનિષ જોષી, કુલદિપસિંહ વાઘેલા, કરણ ડી. કારીયા (ગઢવી), કાજલબેન ખસમાણી, ખુશીબેન ચોટલીયા, નીરાલીબેન કોરાટ, શીરાકમુદીન એમ. શેરશીયા, વિરલ વડગામા, ક્રિષ્નાબેન પીઠડીયા, પીયુષ કોરીંગા, મૌલીક ગોધાણી, સમીર શેરશીયા, ધારા બગથરીયા, પ્રિયંકાબેન સાગધ્રા, પારશ શેઠ, કેતન રાખસીયા, દિક્ષીત કોટડીયા અને મયુર ગોંડલીયા રોકાયેલ હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.