રેડ લાઇટ એરિયામાં નિકળેલા વેપારીને બ્લેક મેઇલીંગ કરી રૂ.૬૫ હજાર પડાવી વધુ ૫૦૦૦૦ પડાવવાના પ્રયાસમાં ત્રિપુટી ઝડપાઇ’તી
શહેરના થોરાળા વિસ્તારમાં હુસેની ચોક પાસે ચાંદીના વેપારીને યુવતિ સાથે ખરાબ કામ કરવા આવ્યાની અને પરિવારમાં બદકામ કરવાની અને પોલીસના સ્વાંગમાં રૂ.૭૫ હજાર પડાવી લઇ અને વધુ ૫૦ હજાર પડાવવાના ગુંનામાં સંડોવાયેલી ત્રિપુટી પૈકી એક શખ્સની અદાલતે જામીન અરજી નામંજૂર કરી છે.
વધુ વિગત મુજબ શહેરના ૮૦ ફૂટ રોડ પર આવેલા સત્યમ પાર્કમાં રહેતા અને સોની બજારમાં સિધ્ધાર્થ સિલ્વર ટચ લેબ ધરાવતા તાત્પાસો વિકોળા પવાર નામના મરાઠી વેપારી તા.૧૦ જૂનના રોજ પોતાના ઘરે જમવા જઇ રહ્યા હતા ત્યારે લાખાજીરાજ ઉદ્યોગનગર પાસે બાઇક બંધ પડતા ગેરેજ ગાતેવા જઇ રહ્યો હતો ત્યારે ગુ.હા. બોર્ડ પાસે રહેતો સલીમ ગફાર ઠેબા, અલ્ફાઝ યુસુફ સુમરા અને ઓસમાન ઇશાક ખેબર સહિત ત્રણેય શખસોએ પોલીસ તરીકેની ખોળખ આપી તુ અરીયા યુવિત સાથે ખરાબ કામ કરવા આવ્યો છોલ અને તારા પરિવારને જાણ કરી દેશુ તેમ કરી કટકે કટકે રૂ.૭૫ હજાર પડાવી લઇ અને વધુ ૫૦ હજાર પડાવ્યાનો પ્રયાસ કયાર્ર્ની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી તપાશ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા. જેલ હવાલે રહેલા ઓરામાણ ઇશાક ખેબરે જામીન ઉપર છૂટવા કરેલી જામીન અરજીની સુનાવણીમાં બંન્ને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે એ.પી.પી. સમીર ખીરાની લેખિત મૌખિક દલીલ ધ્યાને લઇ અધિક સેશન્સ જજ પ્રશાંત જૈને ઓસમાણ ખેબરની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.