રાજકોટથી અપહરણ કરી કોલીથડ લઇ જઇ ગોંધી રખાયા’તા: પોલીસની ત્વરીત કામગીરીથી અપહતને બચાવ્યો’તો
શહેરમાં બાલાજી ઈન્ફોલાઈન માલિક પાસેથી રૂ.2.50 કરોડ કઢાવવા ઓફીસથી ઉપાડી જઈ વાડીમાં ગોંધી રાખી માર મારવાના ચકચારી ગુન્હામાં મુખ્ય બે આરોપીઓને જામીન મુકત કરવા સેશન્સ કોર્ટે હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકકીત મુજબ ઢેબર રોડ, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે આવેલ શ્રીમદ ભવનમાં બાલાજી ઈન્ફોલાઈન નામે ઓફીસ ધરાવતા ઉપેન્દ્ર પરસોતમભાઈ કતબાએ તેના દુબઈ રહેતા મિત્ર હીરેનભાઈ વીઠલભાઈ ડાંગરીયાના કહેવાથી આરોપી રમેશભાઈ ડાવરા પાસેથી ધંધો કરવા માટે રૂા.2.50 કરોડ લીધા હતા. જે રકમ ફરીયાદીએ રમેશભાઈ ડાવરા પાસેથી મેળવી તે 2કમ દુબઈ હીરેનને આંગડીયુ કરી દીધેલ રૂપીયા હીરેન પરત આપતો ન હોય તે રૂપીયા કઢાવવા આરોપીઓએ ફરીયાદીનુ અપહરણ કરી કારમાં બેસાડી કોલીથડ ગામે લઈ જઈ પાઈપથી માર મારી ધમકી આપી બ્લેક ચેક લેવા મોબાઈલ ફોનના સ્પીકરમાં વાત કરી કોલીથડથી રાજકોટ ગોંડલ હાઈવે ઉપર ખોડીયાર હોટલ પાસે ફરીયાદીને લાવી ત્યાં પણ માર મારી રૂ.2.50 કરોડ બળજબરીથી કઢાવવા ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી હોવાની રમેશભાઈ ડાવરા, અશ્વિનભાઈ ડાવરા, વિવેક ડાવરા, કલ્પેશ ડાવરા અને ચિંતન કાંજીયા સામે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. જેલ હવાલે રહેલા આરોપી અશ્વિન ડાવરા અને વિવેક ડાવરાએ રેગ્યુલ જામીન પર મુક્ત થવા રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન અરજી કરી કરી હતી.
જે જામીન અરજી ચાલી જતા બંને પક્ષની રજુઆતો બાદ બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી એડી. સેશન્સ જજએ બંને આરોપીઓને રેગ્યુલર જામીન પર મુક્ત કરતો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમા બંને આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગવરીયા, પાર્થ સંઘાણી અને મંથન વીરડીયા રોકાયા હતા.