રેલવેની બોગસ ભરતી કૌભાંડના બે આરોપીઓ રાકેશકુમાર ભગત રહે. બિહાર તથા ઈકબાલ ખફીની રેગ્યુલર જામીન અરજી નામ. સેશન્સ કોર્ટે ફગાવી દીધેલ હતી.ભારતીય રેલવેમાં બોગસ ભરતી કરવી ખોટી રીતે પૈસા પડાવી લઈ બેકાર યુવાનોને નોકરી આપવાની લાલચ આપી વિશ્ર્વાસઘાસ તથા છેતરપીંડી કરવાના ગુનામાં રાકેશકુમાર ભગત તથા ઈકબાલ ખફી સામે ગુનો નોંધવામાં આવેલો અને ત્યારબાદ બંને આરોપીઓને અટક કરવામાં આવેલા હતા. તેઓએ જામીન પર છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજીઓ કરેલી હતી.
રાકેશકુમાર કે જે મુળ બિહારનો વતની છે તેને લખનઉ ખાતે સારબાગ રેલવે કોલોનીમાં બોગસ રેલવે ટ્રેનીંગ સેન્ટર શરૂ કરેલ અને ગુજરાત સહિત દેશના જુદાજુદા ભાગમાં આવેલા બેકાર યુવાનોને રેલવેમાં કલાર્કની નોકરી આપવાની લાલચ આપી તેઓપાસેથી રૂ.10 લાખ કે તેથી વધુ રકમ પડાવી લઈ રેલવેની ખશેટી વેબાઈટ બનાવી રેલવેના ખોટા નોકરીના નિમણુંક ઓર્ડરો તૈયાર કરી તે ઓર્ડર સાચા હોવાનું જણાવી, ભોગ બનનાર બેકાર યુવાનોને આવી બોગસ વેબસાઈટ ઉપર તેનું નામ સર્વ કરતા તેનું ના રજીસ્ટર્ડ થઈ ગયેલ છે
.તેવો વિશ્ર્વાસ ઉભો કરી બેકાર યુવાનો પાસેથી મોટી રકમ પડાવી લઈ તેમને લખનઉ ખાતે લઈ આવી બોગસ ટ્રેનીંગ સેન્ટરમાં બે ત્રણ મહિના સુધી ટ્રેનીંગ આપવાનું નાટક કરતા હતા જેમાં ટ્રેનીંગ સેન્ટરમાં મુખ્યત્વે હિમાંશુ પાંડે, શશીપ્રસાદ ગુપ્તા તથા સુરજમૌર્યા ચલાવતા હતા. ગુજરાતમાંથી ઈકબાલ ખફી મારફત બેકાર છોકરાઓની ભરતી કરાવતા હતા. જેમાં એક છોકરાદીઠ તેને રૂ.1,20,000 આપવાનું નકકી થયેલું અને ભરતી માટે તેને જુદા જુદા રાજયોમાંથી 14 છોકરાઓને આરોપી રાકેશકુમાર લખનઉ ખાતે બોગસ ટ્રેનીંગ સેન્ટરમાં લઈ આવેલ હતો.વધુમાં બેકાર યુવાનોને રેલવેમાં નોકરી માટે જે બોગસ ઓર્ડરો તૈયાર કરવામા આવતા હતા.
તે મુખ્યત્વે હિમાંશુ પાંડે તૈયાર કરતો અને રાકેશકુમાર તેને મદદ કરતો અને કયારેક રાકેશકુમાર પોતે પણ તે ઓર્ડરો તૈયાર કરી ઈકબાલ ખફીને મોકલતો હતો.કમિશન પેટે રૂ.2,00,000 મળેલા હોય જે તેને પોતાના નિવેદનોમાં જણાવેલ અને ઈકબાલ વિરૂધ્ધ રખીયાલ પો.સ્ટે. અમદાવાદમાં આજ પ્રકારનો ગુનો નોંધશયેલ છે. અને તે ગુનાહિત ટેવવાળો છે. વિશેષમાં રાકેશકુમાર પાસેથી પંચનામાની રૂએ રેલવેના ત્રણ બોગસ સિકકાઓ પણ કબ્જે થયેલા છે. તપાસ હજુ ચાલુ છે. જો આરોપીઓને જામીન પર છોડવામાં આવશે તો નાસી-ભાગી જાય તેમ હોય તેના વિરૂધ્ધ ઘણા બેકાર યુવાનો સામે વિશ્ર્વાવઘાત તથા છેતરપીંડીથી લાખોરૂપીયા પડાવી લેવાનો ગુનો નોંધાયો હોય તથા ભારતીય રેલવેની પ્રતિષ્ઠાને પણ હાની પહોચાડેલ હોયજેથી જામીન અરજી નામંજૂર કરવી જોઈએ તે રીતની દલીલો કરેલ હતી જે દલીલો સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી બંનેના જામીન અરજી નામંજૂર કરેલ હતી.આ કામે સરકાર પક્ષે એપીપીપરાગ એમ. શાહ રોકાયેલ હતા.