- સેલ્સ સ્ટાફ માટે પગારની નવી સિસ્ટમ લાગુ કરાઈ: કંપનીને જે સાપ્તાહિક આવક થશે તેમાંથી પગાર આવશે ચૂકવવામાં
બાયજુ દ્વારા હવે સેલ્સ સ્ટાફ માટે પગારની નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. કંપનીએ હવે સેલ્સ સ્ટાફના વેતનને સાપ્તાહિક આવક સાથે જોડી દીધું છે, એટલે કે હવે તેમનો પગાર દર અઠવાડિયે વેચાણમાંથી મળેલી આવક અનુસાર કરવામાં આવશે. કંપનીએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહેલી કંપનીએ કેટલાક અઠવાડિયાના વિલંબ બાદ ફેબ્રુઆરી અને માર્ચના પગારનો માત્ર એક ભાગ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આંતરિક દસ્તાવેજમાંથી મનીકંટ્રોલ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, અઠવાડિયાના અંતે, સાપ્તાહિક આવકની અમુક ટકાવારી દરેક સેલ્સ સ્ટાફને સીધી ચૂકવવામાં આવશે.
નવી નીતિ બાયજુની ઇનસાઇડ સેલ્સ એન્ડ એક્ઝામ પ્રેપ ટીમને લાગુ પડશે. આ નીતિ કંપનીમાં 24 એપ્રિલના રોજ લાગુ કરવામાં આવી છે અને ચાર અઠવાડિયા સુધી એટલે કે 21 મે સુધી અમલમાં રહેશે. બાયજુના આંતરિક દસ્તાવેજ મુજબ, દર અઠવાડિયે સાપ્તાહિક કલેક્શનનો 50 ટકા સીધો વેચાણ સહયોગીઓને આપવામાં આવશે અને આ નિયમ આગામી ચાર અઠવાડિયા માટે તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, જો કોઈ સહયોગીએ 24 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે ઓર્ડરથી 50 હજાર રૂપિયા એકત્ર કર્યા, તો તેને 1 મેના રોજ 25 હજાર રૂપિયા મળ્યા. આમ સેલ્સ ટીમ એસોસિએટ્સ માટે બેઝ સેલરી નાબૂદ કરવામાં આવી છે અને તેઓને માત્ર આવકના આધારે ચૂકવણી કરવામાં આવે છે એટલે કે જો કોઈ સેલ્સ એસોસિએટ કોઈ આવક મેળવે છે. કર્મચારીઓને સાપ્તાહિક ધોરણે જે પેમેન્ટ મળશે તે તેમના બાકી પગારમાંથી એડજસ્ટ કરવામાં આવશે.