પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માઈ ભક્તોની આસ્થાને ધ્યાને રાખી બહુચરાજી માતાજીના નવા ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે:-મંત્રી  ઋષિકેશભાઇ પટેલ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શ્રદ્ધાળુઓની લાગણી ધ્યાને રાખીને શ્રી બહુચર માતાજીના ભવ્ય નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના ધર્મપ્રેમી ભક્તોને દર્શન માટેની સગવડો ધ્યાને લઈ સોમનાથ, દ્વારકા, પાવાગઢના મંદિરના વિકાસની જેમ જ બહુચરાજી મંદિરનું નિર્માણ કરાશે.  મુખ્યમંત્રી   ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન અને ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માઈભક્તોની આસ્થાને ધ્યાને રાખીને બંસીપહાડપુર પથ્થરમાંથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મંદિરના હયાત જમીનના ડેટાની માહિતી મેળવવા તથા ડિઝાઇન તૈયાર કરાવવા માટે ક્ધસલ્ટન્ટ દ્વારા જરૂરી જમીનની વજન સહન કરવાની ક્ષમતા  અંગેના  ટેસ્ટીંગ રીપોર્ટના આધારે  પાયામાંથી શિખર સુધી 86’1″ની ઊંચાઈ રાખવાનો નિર્ણય લેવાયો છે. મંદિર પરિસરના સર્વગ્રાહી વિકાસની કામગીરી હાથ ધરવા માટે રાજ્ય સરકાર દ્વારા 70 કરોડથી વધુનો ખર્ચ કરવાનું આયોજન છે.

ઉધ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના પ્રયત્નોથી  માં બહુચરના મંદિરનું નવનિર્માણનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક નિર્ણયને માન.ઉધ્યોગ મંત્રી  તેમજ બહુચરાજી શક્તિપીઠના પૂર્વ ટ્રષ્ટિશ્રી બળવંતસિંહ રાજપૂત તેમજ ભાજપા ગુજરાતના પ્રદેશ મીડિયા ક્ધવીનર તેમજ બહુચરાજી શક્તિપીઠના પૂર્વ ટ્રષ્ટિ  યજ્ઞેશભાઈ દવેએ આવકાર્યો છે તેમજ  મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યસરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતની 3 શક્તિપીઠો પૈકી અંબાજી, પાવાગઢ તેમજ હવે બહુચરાજી મંદિરનું પણ નવનિર્માણ કરવામાં આવશે.

આ મંદિર હયાત સ્થળની પરિસ્થિતીને ધ્યાને રાખી વરખડીવાળા સ્થાનને યથા યોગ્ય રાખી તથા વલ્લભભટ્ટનાં મંદિરમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા સિવાય બંસીપહાડપુર સ્ટોનમાં મંદિર નિર્માણ પામશે.ઉલ્લેખનીય છે કે, હાલનું બહુચરાજી મંદિર 18મી સદીના અંતમાં માનાજીરાવ ગાયકવાડના શાસન દરમિયાન બાંધવામાં આવ્યું હતું અને રેતીના પથ્થરનો ઉપયોગ કરીને તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.